SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. તે સમયે ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરતા શ્રી અજિતનાથ પ્રભુ જાણે તેના પુણ્યથી ખેંચાઈને આવ્યા હોય તેમ ત્યાં પધાર્યા. તેમના આગમનની વધામણું કહેનારા પુરૂષોને ઘણું ધન આપી ચિરંકાળથી ઉત્કંઠિત એવા ચક્રવર્તી મોટા ઉત્સાહથી પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુને નમરકાર કરી રોમાંચિત શરીરે સ્તુતિ કરીને પ્રભુના મુખરૂપ ચંદ્રમાંથી ઝરતાં વચનામૃતનું પાન કરવાને સગરરાજા સમીપે બેઠા, એટલે ચક્રવર્તીને બેધ કરવાને અજીતપ્રભુ ક્રોધરૂપી - Vના વિશ્વમાં ગરૂડજેવાં અને ધર્મને પ્રકાશ કરવામાં ચતુર એવાં દેશનાવીને બોલ્યા, “હે રાજન! રાજય, પુત્ર, કલત્ર, બંધુ, નગર, આવાસ, ધન, વૈભ વાદિક અને અન્ય સર્વ રમણિક લાગતી વરતુઓ પ્રાપ્ત થવી આ સંસારસાગરમાં “સુલભ છે, તેમજ મેતી, પરવાળાં, અને અન્ય રસો પણ મળવાં સુલભ છે, પ“રંતુ સર્વ અર્થને સાધનારૂં ચારિત્ર ચિંતામણિની જેમ અતિ દુર્લભ છે એમ શ્રી જિનેશ્વરએ કહેલું છે. જે કદિ એક દિવસ પણ શુદ્ધચારિત્ર પાળ્યું હોય તે “મનુષ્ય કર્મને સંઘાત ખપાવી પરમપદને પામે છે. આ પવિત્ર ચારિત્રને મહા પ્રભાવ સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થતાં સગરરાજાએ નમસ્કાર કરીને પ્રભુ પાસે તે ચારિત્રરતની ભાવપૂર્વક પ્રાર્થના કરી અને ગુણવાનું તેમજ રાજયને ચગ્ય એવા પિતાના શરીર પૌત્ર ભગીરથને રાજયપર બેસાડી પિતે વ્રત લેવા તત્પર થયા. પછી ઈંદ્ર જેમને નિષ્ક્રમણ મહોત્સવ કરેલો છે એવા સગરચક્રવર્તીએ એક હજાર, રાજાઓની સાથે ભગવંતના ચરણકમળની પાસે જઈને વ્રત ગ્રહણ કર્યું. “સુકૃતી એવા તેને ધન્ય છે, તેની માતાને ધન્ય છે અને તેના કુળને પણ ધન્ય છે કે જેણે શ્રી અહેતાએ ગ્રહણ કરેલાં ઉજજવળ ચારિત્રને ગ્રહણ કરેલું છે. જે ચારિત્ર સંસારરૂપ વારિધિમાં વહાણ જેવું અને કુકરૂપ દુષ્ટ જળજંતુઓને ભેદ કરનારું છે, એવું ક્ષાંતિ વિગેરે દશ પ્રકારવાળું અતિ દુષ્કર ચારિત્ર પ્રયતથી ગ્રહણ કરવું.” આવી પ્રશંસા તથા હિતશિક્ષા સાંભળતાં તે સારમુનિ પ્રભુને પ્રીતિ ઉપજાવતા અને શ્રી અહંતના ચરણમાં નમતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શ્રીઅજિતરવામીને જિનના જેવા સત્યવાદી સિંહસેન વિગેરે પંચાણુ ગણધરે થયા. એક લાખ મુનિએ, ત્રણ લાખને ત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ ને અઠાણું હજાર શુભાત્મા શ્રાવકે, અને પાંચ લાખ ને પીતાળીશ હજાર શાવિકાઓએ પ્રમાણે ચતુર્વિધ સંઘને પરિવાર પ્રભુને થે. તેમનાં તીર્થમાં મહાયક્ષ નામે યક્ષ અને અજિતા નામે દેવી-એ બે શાસન દેવતા થયા. કુમારપણામાં અઢાર લાખ પૂર્વ, રાજયમાં ત્રેપન લાખ અને એક પૂર્વ, છસ્થપણામાં બાર ૧ સમૂહ. ૨ સમુદ્ર. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy