________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૮ મે.] પ્રભુની દેશના-સગરપુત્રોનો પૂર્વભવ.
ર૭૯ બર્થરાજની યાત્રા કરવાથી આગામી ભવમાં પણ પાછા સુખી થશે. હે મિત્રો !
કદિ તમે મને સર્વથા કાયર અને ભીરૂ કહે તથાપિ આ કાર્ય કરવામાં તે હું “તમને સંમત થઈશ નહીં. આ પ્રમાણે બોલતા તે કુંભારને પિતાના વિચારથી જુદે
પડેલે જાણી, તેને કારાગૃહના જેવા પિતાના નેહડામાંથી કાઢી મૂક્યું. પછી તે “ઉદ્ધત અને અને સ્કૂલઘાતી દુષ્ટોએ એકઠા થઈ નજીક માર્ગે આવતા તે સંઘને લુંટી લીધે. તે વખતે જેમ દુરાચારથી યશ અને પિશુપણાથી સગુણ નાસે, તેમ તેઓના આવી પડવાથી સંધના લેકે દશે દિશાઓમાં નાસવા લાગ્યા. તે સંઘને “લુંટી પાપના સમૂહથી દુષ્ટબુદ્ધિવાળા તેઓ વક્ર થયેલા ગ્રહની જેમ પાછા પિતાને સ્થાનકે આવ્યા.
આ ખબર ભદિલપુરના રાજાને પડી, એટલે તેણે મોટા સૈન્ય સાથે વેગથી “આવી તેઓની પલ્લી ઉપર ઘેરો નાખે. તે મોટાં સૈન્યને જોઈ સર્વ લુંટારા જિલ્લો “ભય પામીને નિગોદના જીવની પેઠે પોતાના કિલ્લામાં ભરાઈ રહ્યા. તે વખતે જાણે તેમનાં કુકર્મોએ પ્રેર્યો હોય તેમ વાયુથી પ્રેરાયેલો અગ્નિ તે પાળમાં પ્રજવલિત થઈ લોકોને બાળવા લાગ્યો. જેમ પુણ્યને ક્રોધ અને સદ્ગણોને દુર્જન બાળે, તેમ એ અગ્નિ જળથી વારતાં છતાં પણ તે પાળને બાળવાને સમર્થ થયે. અગ્નિથી દહન થતા તે કિરાત લોકો ધૂમ્રવડે આકુળ વ્યાકુળ થઈ કુંભીપાકનાં દુઃખને સહ“ન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, “અમને પાપીને ધિક્કાર છે કે અમે આ સંધને લુંટયો. મહા દારૂણ કુકમનું આ ફળ અમને શીઘ્ર મળ્યું. નિર્લોભી અને પુણ્યવાન તે બિચારો કુંભાર આપણને વારતો હતો, તથાપિ કુકમ જને જેમ ઉત્તમ પુરૂષને કાઢી મૂકે, તેમ આપણે તેને પાળમાંથી કાઢી મૂક્યું. આપ્રમાણે ધ્યાન ધરતા તે કિરાત લેકે સર્વ પરિવાર સહિત અગ્નિરૂપ શસ્ત્રવડે “એક સાથે મૃત્યુ પામ્યા. કર્મની સ્થિતિ એવીજ છે. જે સંઘ શ્રી અહંતને પણ પૂજ્ય છે અને જે તીર્થનું પણ તીર્થ છે, તેવા સંઘનું જે અહિત કરે છે, તે ખરેખર નારકીજ છે. માટે સર્વદા સંઘની આરાધના કરવી, કદિ પણ તેની વિરાધના કરવી નહીં. સંઘની આરાધનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને તેની વિરાધનાથી નરક પ્રાપ્ત થાય છે. જેઓ તીર્થે જતાં યાત્રાળુઓને માર્ગમાં પડે છે, તેઓ ગોત્ર સહિત વિનાશ પામી અવશ્ય કગતિમાં જાય છે.
તે સાઠ હજાર લુંટારાઓ પશ્ચાત્તાપ કરતા અગ્નિથી મૃત્યુ પામી નરકમાં ગયા. ત્યાંથી નીકળી સમુદ્રમાં માછલાં થયા. ધીવર લેકેએ તે સર્વને એક સાથે જાળમાં
For Private and Personal Use Only