________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૪. શત્રુંજય માહાય.
[ ખંડ ૧ લે. દરથી બે -“હે પરવ્યસનથી દુઃખી થનાર પુરૂષ! અમારે જે દુ:ખ આવી પડેલું છે તે સાંભળો. આગળ જુઓ! આ સગર ચક્રવર્તીના પુત્રો પડેલા છે, પિતાનાં આચરણથી જ તેમના દેહ ભરમીભૂત થઈ ગયા છે. પરંતુ અમે વિદ્યમાન છતાં આ અમારા સ્વામીના પુત્રો આવી દશાને પ્રાપ્ત થયા, તેની લજજાથી અમે અગ્નિમાં પ્રવેશ કરીએ છીએ.” તે સાંભળી ઈંદ્ર બેલ્યો “તમે જે આવું અતુલ સાહસ કરવું ધારે છે તે સ્વામીની ભક્તિથી, સ્વામીના ભયથી કે સ્વામીપુત્રનાં મરણના શેકથી ?” તેઓ બોલ્યા “અમે મૃત્યુને ઇચ્છતા નથી, તે છતાં જે મરવા તૈયાર થયા છીએ, તેનું કારણ માત્ર ચક્રવર્તીને ભય છે કે તે કોઈ પણ ઉપાયથી અવશ્ય અમને મારી નાખશે.”
આ પ્રમાણે તેમનાં વચન સાંભળી ઇંદ્ર પિતાનું સ્વરૂપ પ્રગટ કરી બે આ કાર્યમાં તમારે કાંઈપણ દોષ મારા જેવામાં આવતો નથી, માટે તમે પ્રાણત્યાગ કરશો નહીં. તમારે વિષે થનારી ચક્રવર્તીની ઈર્ષ્યાને હું દૂર કરાવીશ, માટે મારા કહેવાથી તમે નગરતરફ પ્રયાણ કરે.” આ પ્રમાણે તેમને આશ્વાસન આપી ઈંદ્ર તેઓ જોતાં છતાં અંતર્ધાન થઈ ગયા. પછી તેઓ માંડમાંડ કાંઈક શંકરહિત થઈ ધીમે ધીમે અધ્યાતરફ ચાલ્યા, ભાંગેપગે પ્રયાણ કરતા કેટલેક દિવસે તેઓ
ધ્યાની સમીપે આવી પહોંચ્યા. ત્યાં ઈંદ્રનું સ્મરણ કરતાં તત્કાળ કૃપાળુ ઇંદ્ર વેગથી ત્યાં આવ્યું. પછી પાંચસો વર્ષના એક મૃત્યુ પામેલા બાળકને ઉપાડી, બ્રાહ્મણને વેષ ધરી ઇંદ્ર સગરચક્રવર્તી પાસે આવે. રાજદ્વાર આગળ આવીને કઠેર વાણીએ ઊંચે સ્વરે પિકાર કરી કરીને તેણે રૂદન કરવા માંડ્યું. પછી પૃથ્વીની, દૈવની અને ચક્રવર્તીની નિંદા કરતો બોલ્યો “હે પૃથ્વી! તું સર્વને સહન કરનારી અને કઠિન છે. હે જડા! તું શ્રી ગષભપ્રભુ અને ભરત જેવા રાજાની પછવાડે કેમ ન ગઈ? હે દિપાળો! હે કપાળો! તમને પણ ધિક્કાર છે કે તમે સર્વ શુભ અશુભ વ્યાપારના સાક્ષી છતાં પણ ઉપેક્ષા કરો છો ! હે નિષ્ફર દૈવ ! તું સમાધિપૂર વિક બીજા સર્વને સુખ આપે છે અને મને પરાભુખ થઈને શામાટે દુઃખ આપે છે? અથવા મેં પૂર્વ અતિ દારૂણ દુષ્કૃત્ય કરેલું હશે કે તે આજ વૃદ્ધવયમાં પુત્રમરણથી ફલિત થયું છે. હે દૈવ! પૂર્વના ક્રોધને સંભારીને આ બાળકનું હરણ કરતાં તે મરવાને ઈચ્છતા એવા મારા જેવા વૃદ્ધને અને મારી સ્ત્રીને પણ હરી લીધાં છે. હે ચક્રવર્તી! કદૈવથી મારી રક્ષા કરો, ન્યાયથી પૃથ્વીની રક્ષા કરે અને ભારતરાજાની સ્થિતિ સંભારીને નગરમાંથી બધાં પાપોને દૂર કરી ઘો. હે રાજા ! સર્વ દિક્ષાલે સુખમાં વૃદ્ધ થયેલા જણાય છે અને આ પૃથ્વી ચૈતન્યરહિત છે માત્ર
For Private and Personal Use Only