________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૮ મો.] સગરરાજાના સાઠ હજાર પુત્રોનું અષ્ટાપદ યાત્રાગમન.
ર૭૧ ઘાત થવાથી શુભભાવવડે કેવળજ્ઞાન પામીને અવ્યયપદને પામશે. '' આ પ્રમાણે તે મુનિઓને કહી અજીતનાથ સ્વામીએ અન્યત્ર વિહાર કર્યો અને પાછળ તે મુનિઓ કેવળજ્ઞાન પામીને અવ્યયપદ પામ્યા.
હવે બળવાનું સગર રાજા રાજાઓના સમૂહથી સેવાતા પખંડ ભારતનું રાજ્ય એક નગરની જેમ નિરંતર ચલાવતા હતા. તેને તારૂણ્યથી પૂર્ણ અને શસ્ત્રશાસ્ત્રના જાણ એવા મહાઅદ્ભુત સાઠ હજાર પુત્રો થયા. તેમાં સર્વથી મુખ્ય જહુ નામે પુત્ર હતો. એક વખત તે કુમારે પિતાના પૂર્વજોનાં તીર્થોને નમવાને ઉત્કંઠિત થયા. તેથી બળાત્કારે પિતાની આજ્ઞા લઈ પુષ્કળ સૈન્ય તથા વાહનેસહિત ચાલ્યા. સગર રાજાની આજ્ઞાથી સ્ત્રીરત શિવાય બીજાં તેર તો, ચક્ષ, રાજાઓ અને બીજી ઘણુ સેના તેમણે સાથે લીધી. અનુક્રમે એકેક એજનનું પ્રયાણ કરીને ચાલતા તેઓ કેટલેક દિવસે અભુત અષ્ટાપદગિરિ સમીપે આ વ્યા. તે ગિરિ કલ્પવૃક્ષ, ચંપક, અશોક, વડ, પીપળ, તમાલ, ગુલાબ, સલૂકી, અને બેરસલી વિગેરે વૃક્ષોથી આવૃત્ત થયેલું હતું, અને મણિરતની પ્રભાના પૂરથી આકાશને વિચિત્ર કરતો હતો. તેને જોઈ પિતાના પૂર્વજોની કીર્તિને જાણે કંદ હોય તેમ તેઓ માનવા લાગ્યા. પછી હર્ષથી તેની અષ્ટ પદિકાવડે તેની ઉપર ચડીને જગદીશના પ્રાસાદને તેઓએ ત્રણ પ્રદક્ષિણા કરી. દક્ષિણદ્વારથી ચૈત્યમાં પ્રવેશ કરી તે દિશામાં ચાર, પશ્ચિમદિશામાં આઠ, ઉત્તર દિશામાં દશ અને પૂર્વદિશામાં બે–એમ ચવીશ તીર્થકરોની તેઓએ ત્રિશુદ્ધિપૂર્વક પુ૫, અક્ષત અને સ્તવનાદિકથી પૂજા કરી. પૂજાને અંતે તે મહાઉત્તેગ પ્રાસાદનાં પ્રીતિથી વારંવાર દર્શન કરતા તેઓ આ પ્રમાણે પરસ્પર કહેવા લાગ્યા–“આ ચાર દ્વારવાળો “પ્રાસાદ ચાર પ્રકારના ધર્મરૂપ રાજાના પ્રવેશ માટે અને ચતુર્વિધગતિના કષ્ટને નાશ કરવા માટે હોય તેમ લાગે છે. જે આ કલશ, વ્રજ અને તેરણવડે સ્વર્ગ સાથે ઘસાય છે તે એમ સૂચવે છે કે તેના વિના મુક્તિપુરના દ્વારને ભૂગળ છે. વળી પિતાનાં રોથી અમાવાસ્યાના અંધકારનો નાશ કરીને એ નિશ્ચય કરાવે છે કે તે પુણ્યથી અંતરનાં અંધકારને પણ હરી લેશે. આ ગિરિ આદિપ્રભુનું નિવણકલ્યાણક અહીં થવાથી પૂજય થે છે, તેથી બીજાને પણ તે કલ્યાણને આપે છે; અને પોતે ઊંચે છે, તેથી તેને આશ્રય કરનારને ઊંચી ગતિમાં લઈ જાયછે. શું આ ગિરિ ભરત ચક્રવર્તીની કીર્તિલતાને કંદ છે ? વા શું આ ગિરિ “નિર્મળતાવડે તેની ભક્તિનું તદ્રુપ બતાવે છે? વા શું આ વિશ્વમાં ભ્રમણ કરી તપી ગયેલા લેકોનાં લોચનને ચંદ્ર છે? વા શું મૂર્તિમાન ધર્મ છે ? કારણ કે તે ધર્મ અહીંથી જ પ્રવર્તે છે. જુઓ! આ બીજા પવિત્ર પ્રાસાદ પાલક વિમાનની ૧ મોક્ષ.
For Private and Personal Use Only