________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧ અદશ્ય.
૨૫૪
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
શું
શત્રુંજયગિરિ છે! અથવા શું તે એક છતાં આપણી ભક્તિથી આટલારૂપે થયો છે! અથવા એક પર્વત ઉપર આપણે બધા સમાઇ શકીએ નહીં એમ જાણીને એ પ્રભાવિકગિરિ અનેક રૂપે થયો છે. ' આપ્રમાણે ચિંતાતત્પર છતાં અવધિજ્ઞાને જોયાવગર તે દેવતાઓએ સર્વે પર્વતની ઉપર જુદી જુદી સ્નાત્રપૂજાદિક ક્રિયા કરી. પછી જેવા અઠ્ઠાઈઉત્સવ કરીને તે દેવતાઓ ત્યાંથી જવાની ઇચ્છા કરે છે તેવામાં તે શત્રુંજયનું એક શિખર પણ તેમના જોવામાં આવ્યું નહીં. તત્કાળ ‘આ શું થયું!' એમ સંભ્રમ પામી સર્વે તર્ક કરવા લાગ્યા કે, શું આપણી કુભક્તિથી આ ગિરિ અંતર્હુિત થયા હશે ! અથવા શું આપણેજ મનમાં ચિંતવવાથી ત્યાંથી દૂર આવી ગયા ! વા એ ગિરિ બીજાઓને સ્વર્ગમાં લઈ જાય છે, તો શું આજે પોતે પણ વર્ગમાં ગયા હશે! આ ભૂમિપર વિશ્વને પવિત્ર કરનાર તે એકજ તીર્થ છે તે આપણે જેને પ્રથમ અનેકરૂપે જોતા હતા, તેને અત્યારે એકરૂપે પણ કેમ જોતા નથી! આ પ્રમાણે ચિંતવી તે દેવતાઓએ અવધિજ્ઞાનથી જોયું એટલે પૂર્વોક્ત દેવીનું સર્વ કપટ ટ્યુટરીતે તેમના જાણવામાં આવ્યું. તત્કાળ પ્રલયકાળના સૂર્યોદયની જેમ સર્વ દેવતાએ અત્યંત કોપાયમાન થયા. તેથી મહાધાર કાપવાળા તેમણે તે દેવીઉપર મૂકી. દેવતાઓના કાપાગ્નિથી બળતી તે મિથ્યાત્વીદેવી પરિવારસહિત તેમનીપાસે આવી ઢીનવાણીએ કહેવા લાગી, “ તમે અમારા સ્વામી છે, અમે તમારી દાસીએ છીએ ; અમે તૃણના જેવી નિર્બળ છીએ, તેમનીઉપર તમારા જેવાને પરાક્રમ બતાવવું ઉચિત નથી. અમે અજ્ઞાનને વશ થઇ આ અવિચારિત કાર્ય કરેલું છે, હવેથી દિપણ તેવું કામ કરશું નહીં, માટે અમારે। આ એક અપરાધ ક્ષમા કરો. ” દેવતાએ ખેલ્યા, “ અરે તીર્થંધાતિની દુષ્ટા ! અમારી જેમ બીજાઓને પણ્ તેં આવી રીતે ગ્યા હશે. હું રાક્ષસિ! તેં આ તીર્થને મલિન કરી નાખ્યું, તને તીર્થની રક્ષા કરવાને માટે રાખેલી છે પણ તું તે ઉલટા તીર્થના નાશ કરેછે. તીર્થના ધ્વંસ કરનારી દેવી ! ભરતરાજાનું સેવકપણું અંગીકાર કરીને તેં આવું દુષ્કૃત્ય કર્યું, માટે હવે તું હમણાંજ મૃત્યુ પામીશ. 'દેવતાઓનાં આવાં વચને સાંભળી હસ્તિની દેવી ભય પામી શ્રીજિનેશ્વર ભગવંતને શરણે ગઈ. દયાળુ પ્રવિના સંસારની જેમ દેવતાઓના ક્રોધમાંથી કાણુ મુક્ત કરી શકે!' તે દેવીને શ્રીઋષભપ્રભુને શરણે ગયેલી જોઈ સર્વ દેવતાઓ દૂર રહીને કહેવા લાગ્યા કે, ‘ રે દુષ્ટા! આ તેં શું કર્યું ! ' પછી દાંતવડે આંગળીના પર્વને ચાવતી તે હસ્તિની દેવી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only