________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
શત્રુંજય માહાત્મ્ય
[ ખંડ ૧ લો.
સાથે પ્રયાણ કર્યું. વિશાળ પૃથ્વીની વિશાળતાને વિશાળ સેનાથી હરી લેતા, તેનાવડે ઉડેલી રજથી તેજસ્વી સૂર્યના તેજને ઢાંકતા, ચાર પ્રકારની બુદ્ધિસહિત ચતુવિધ ધર્મની વૃદ્ધિને માટે ચતુર્વિધ સંધ અને ચતુરંગ બળને સાથે લેતેા, ચાર ગતિને નાશ કરવાને માટે ચાર કષાયને દૂર કરતા, ચાર લાકપાળામાં પાંચમા લેકપાળ થતા, દંડવીર્યરાજા ચતુર્વિધ મહાધર, સામંત, મંત્રી અને સેનાપતિઓથી પરિવૃત થઇને ઇંદ્રની જેમ યાત્રા કરવા માટે માર્ગે ચાલ્યો. સંધની આગળ ચાલતાં દેવાલયમાં રહેલાં જિર્નાબંખના પ્રભાવથી કાઈ પણ ક્ષુદ્ર દેવતા તેને વિન્ન કરવાને સમર્થ થયા નહીં.
અનુક્રમે ધણા દેશોને ઉલ્લંધન કરી તે તે દેશના રાજાઓની પાસેથી ભેટ લેતેા કેટલેક દિવસે કાશ્મીરદેશમાં આન્યા. ત્યાં રાત્રિ રહીને સવારે સૈન્ય સાથે ચાલવા માંડયું, ત્યાં શિલ અને મહાશિલ નામના બે મેટા પર્વતા માર્ગે રૂંધીને આડા પડેલા જણાયા. તે વખતે બહુબાલા સેનાના અગ્રેસરાએ ભય પામી રાજાપાસે આવી જણાવ્યું કે—રવામી ! કાઇ બે પર્વતા માર્ગે રૂંધીને આડા પડેલા છે. રાજા દંડવીર્ય કૌતુકથી સંધની આગળ થઈ તે પર્વત પાસે ગયો, ત્યાં તે પ્રલયકાળના ગિરિ જેવા તે પર્વતો પરસ્પર અથડાવા લાગ્યા. તેમના આસ્ફાલનથી જે તણખાના સમૂહ ઉત્પન્ન થયા, તેમાંથીજ જાણે વડવાનલ, વા અને સૂર્ય ઉત્પન્ન થયા ઢાય એમ જણાવા લાગ્યું. તત્કાળ તે પર્વતેામાંથી જગતને દહન કરે તેવેા અગ્નિ ઉત્પન્ન થયા. તે વખતે તેજોલેશ્યાને જેમ મહામુનિએ પણ સહુન કરી શકે નહીં, તેમ તે અગ્નિને કાઈ સહન કરી શકયા નહીં. રાજાએ મંત્રીઓની સામે જોયું એટલે સુમતિ નામે એક મંત્રી મેક્લ્યા, ‘વામી ! કાઈ દુષ્ટ દેવની આ ચેષ્ટા જણાય છે. માટે હે રાજેંદ્ર ! તેની શાંતિને માટે કાંઇક ભક્તિયુક્ત આચરણ કરા, જેથી તે પ્રસન્ન થઈને પેાતાનું રૂપ પ્રગટ કરશે.' મંત્રીનાં વચનથી રાજાએ પેાતે શુદ્ધ થઇને તેની પૂજા કરી. પ્રાયઃ સત્પુરૂષા સર્વને સંતુષ્ટ કરેછે. શાંતિના ધણા ઉપાયો કર્યો તથાપિ તે દેવ જરાપણ સંતુષ્ટ થયા નહીં. ‘જળથી સિંચન કરેલા વડવાનળ ઉલટા વિશેષ પ્રજ્વલિત થાયછે. ’ પછી સ્મરણ કરતાં ઇંદ્રે આપેલું શત્રુસંહારક ધનુષ ત્યાં તત્કાળ હાજર થયું. તેની પૂજા કરીને રાજાએ તે હાથમાં લીધું, તેના તેજથી રાજા અખ્તરધારી હોય તેમ શાભવા લાગ્યા, અને શત્રુ દુઃખના અંધકારથી અત્યંત નિસ્તેજ થઇ ગયા. પછી રાજાએ તેને જરા ખેંચી ટંકાર કર્યો, તેથી જાણે વજાપાનને ભય લાગ્યો હોય તેમ તે બંને ગિરિ આડેથી ખસી ગયા.
For Private and Personal Use Only