________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ છ મો.
દંડવીર્યની ઈંદ્રે કરેલી પરીક્ષા.
૨૪૦
પતિ સભામાં બેસી શ્રીઆદિનાથ ભગવંતના ગુણનું સ્મરણ કરવા લાગ્યા. પ્રથમ પ્રભુની સ્તુતિ કરીને પછીપ્રભુના આશ્રયથી રરૂપે ઝળકી રહેલા અચેાધ્યાપુરની અને પછી સંકડા શાખાવડે જગતને આલંબન આપવાને સમર્થ એવા પ્રભુના વંશની તેણે સ્તુતિ કરી. પછી જ્ઞાનચક્ષુએ અવલેાકન કરતાં પ્રચંડ વીર્યવાળા, યશવડે સ્ફુરણાયમાન થતા, સૂર્યની જેમ નિત્રવીર્યથી રાજતેજને હરતા, ઇંદ્રની જેમ ચાર' રૂપ ચક્ષુએ અનેકને અવલાકતા, સહસ્ર બાહુવાળા અર્જુનની જેમ સર્વ દિશાઓમાંથી સંપત્તિ ખેંચતા, સહસ્ર જિન્હાવાળા શેષનાગની જેમ હુકમથી સર્વને વિવિધ કાર્યમાં જોડતા, મસ્તક ઉપર જગપતિ શ્રીઆદિનાથને મુગટ ધારણ કરતા, સર્વ આભરણનાં તેજવડે પ્રકાશા, મૂર્તિથી પણ ધારણ થઈ ન શકે તેવા, નીતિધર્મમાં પરાયણ, શ્રીયુગાદિ પ્રભુપર દૃઢ ભક્તિવાળા, વિશ્વને પાળવામાં શક્તિમાન, ધણા રાજાઓએ સેવેલા, ચામરાથી વીંજાતે અને સભાવચ્ચે સુવર્ણના સિંહાસનપર બેસી ધર્મના માહાત્મ્યને કહેતા દંડવીર્ય રાજા જોવામાં આન્યા. તેને જોઈ પ્રભુના વંશમાં ભક્તિવાળા શશ્ચંદ્ર મનમાં પ્રસન્ન થઈ મસ્તકને ધૂણાવવા લાગ્યા. પછી શ્રાવકના વેષ લઇને ઇંદ્ર અયેાધ્યામાં આન્યા. ઉત્તરા સંગની પેઠે ત્રણ સુવર્ણના સૂત્રથી હૃદયમાં ભૂષિત થયા, એક વસ્ત્ર પરિધાનપણે રાખ્યું, બ્રહ્મવ્રતથી પવિત્ર થયા, ખારવ્રત ધારીનાં ચિન્હરૂપે શરીરપર ખાર તિલક કર્યાં અને માથે જરા કપિલવર્ણા કેશની શિખા રાખી. વળી તે કૃત્રિમ શ્રાવક જેમાં અદ્વૈત, યતિ, શ્રાવક અને ધર્મનાં લક્ષણા બતાવ્યાં છે એવા ભરતચક્રીના રચેલા ચાર વેદ મુખે ભણતા હતા અને પતાકાકારે હાથે કરીને શુદ્ધ જળનું આચમન લેતા હતા. આવા સુશ્રાવકને જોઇને દંડવીર્યનું મન તેની ઉપર આદરવાળું થયું, તત્કાળ તેને ભાજન કરાવવા માટે રાજાએ રસાઈઆને આજ્ઞા આપી. ઈયોપથિકી પડિકમ્મતાં વિચરતા તે શ્રાવક રસાઈઆની સાથે દાનશાળામાં ગયા. ત્યાં કાઈ વેદાંગ અને કાઈ શાંતિપાઠ ભણતા હતા, કાઇ પરબ્રહ્મના જાપ કરતા હતા, ત્રિકાળ દેવપૂજામાટે મન વચન અને કાયાની શુદ્ધિપૂર્વક કાઈ સ્રાન કરતા હતા, કાઈ ધ્યાનપરાયણ મુનિને વંદન કરતા હતા, કાઈ કર્મરૂપી ઈંધણને તપરૂપ અગ્નિમાં હામવાવડે અહિંસા યજ્ઞ કરતા હતા, કાઈ ભગવંતે કહેલી પવિત્ર વાણી ખીજાને સંભળાવતા હતા, કાઈ શુદ્ધ મનવાળા થઈ આત્મારામમાં ભાવળે સાન કરતા હતા. આ પ્રમાણે અનેક શ્રાવકને જોઈ ઇંદ્ર અદ્ભુત આનંદ પામ્યો. આ નવીન શ્રાવકને આવતા જોઈ શ્રાવકજી! તમને અભિવંદન કરીએ છીએ' એમ બેાલતા કેટલાક
૧ આતમીદાર.
For Private and Personal Use Only