________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪ શત્રુંજય માહા.
[ ખંડ ૧ લો. અનંત સુકૃતને આધાર, અને સંસાર સાગરમાં વહાણરૂપ શ્રી શત્રુંજયગિરિ સૌરાષ્ટ્ર દેશમાં શાશ્વતપણે વિજય પામે છે. એ ગિરિરાજની ઉપર તે તીર્થના
ગથી અહંત અને યતિ પ્રમુખ અનંત જીવો સિદ્ધ થયેલા છે અને અનંત સિદ્ધ થશે. એ ગિરિ સિદ્ધિલક્ષ્મીને અદ્ભુત ક્રીડાશૈલ' છે તેથી ત્યાં આવેલા પ્રાણીએને તે (સિદ્ધિલક્ષ્મી) ક્ષણમાં સુખેથી સ્વરથાનમાં લઈ જાય છે. ત્યાં આવેલા પુરૂષો મુક્તિસુખનાં સ્વાદ અનુભવે છે, કારણ કે ત્યાં મુક્તિ પતિ એવા શાશ્વત યુગાદિ પ્રભુ રહેલા છે. એ ગિરિરૂપ કિલ્લામાં રહેલા પુરૂષને અનંતભવથી સાથે રહેનારા કુકર્મરૂપ ક્રૂર શત્રુઓ પણ પરાભવ કરી શકતા નથી. જેમ સૂર્યના ઉદયથી અંધકારને અને સજજનના સંગથી દુર્ગુણને નાશ થાય છે તેમ તે તીર્થના સંગથી ક્ષણવારમાં હત્યાદિક પાપનો પણ નાશ થાય છે. શત્રુંજયગિરિની આવી માહાસ્ય કથા સાંભળી સર્વ તાપસે ભક્તિથી તે મુનિની સાથે ત્યાં જવા ચાલ્યા. જીવની જતના પૂર્વક ચાલતા અને જે મળે તેને આહાર કરતા તેઓ થોડે દૂર ગયા ત્યાં જેની પાળ ઉપર વૃક્ષોની ઘટા આવેલી છે એવું એક સુંદર સરોવર તેમના જોવામાં આવ્યું. ગ્રીષ્મઋતુના ભયંકર સૂર્યના કિરણવડે કલેશ પામેલા શિકારી પ્રાણીઓ વિરતારવાળા વૃક્ષની છાયા નીચે વિશ્રાંતિ લઈને તેની સેવા કરતાં હતાં. વિકાશ પામેલાં કમળના સુગંધ અને મકદને માટે સર્વ દિશાઓમાંથી આવતા ભમરાઓની તે દાનશાળા જેવું હતું. તે સરોવર જેઈ સર્વ તાપસે તાપની શાંતિ માટે તેની પાળ ઉપર જઈને વૃક્ષની છાયા નીચે વિશ્રામ લેવા માટે અચિત્ત રથાને બેઠા. ત્યાં નેત્રને ધુમાવતે, શરીરને કંપાવત, શ્વાસછાસ લેવાવડે ઉદરને ઉપસાવતે, મુખમાંથી લાળ કાઢતો અને પગ ફફડાવત એક ગંગાના જળ જેવો ઉજજવળ હંસ બીજા હંસોથી વીંટાઈ મરવા પડેલે તેમના જેવામાં આવ્યું. તાપનો પગરવ થવાથી ભયને લીધે શત્રુંજયના આશ્રયથી જેમ પ્રાણિઓનાં પાપ ચાલ્યાં જાય તેમ બીજા હંસે તેને છોડીને ચાલ્યા ગયા. તે વખતે તેમાંથી એક દયાળુ મુનિએ ત્યાં આવી પોતાના પાત્રમાંથી અમૃતની જેમ જળ લઈને તેના મુખમાં નાખ્યું. તે જળના પડવાથી જાણે તેને મેક્ષાનંદના સુખની વાનકી બતાવી હોય તેવું સુખ પ્રાપ્ત થયું. “હે જીવ! ઘણાં દુઃખદાયક આ સંસારરૂપ અરણ્યમાં શરણરહિત ભમતા એવા તારે ચાર શરણ પ્રાપ્ત થાઓ. જે જે ભવમાં તે જે જે જીવોને વિરાધ્યા હોય, તે સર્વ જીવોને તું ખમાવ અને તેઓ તારી ઉપર ક્ષમા કરે. હવે તું શત્રુંજય તીર્થનું અને શ્રી આદિનાથ
૧ ક્રીડા કરવાનો પર્વત.
For Private and Personal Use Only