SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ છ મો. ] સુવલ્ગુ તાપસનો ઉપદેશ. ૨૩૯ ક્ષીના મુખથી નીકળતા શબ્દો સાંભળીને પેાતાની પ્રિયાનાં વચનાને સંભારતા હતા. આ પ્રમાણે મેધગર્જના કરતાં સર્વે વિરહીજના આવી અવસ્થાને પ્રાપ્ત થયા. કર્મના વિલાસને ધિક્કાર છે. વર્ષાઋતુ વીયા પછી પૃથ્વીને કમળસહિત કરતી શરઋતુ પ્રાપ્ત થઈ. તે સમયે સત્પુરૂષાનાં ચિત્તમાં ઉત્પન્ન થતી સન્મતિથી થાય તેમ જડ ( જળ ) પણ પ્રસન્ન થયાં. ફળપાકને પ્રાપ્ત થયેલાં ધાન્યો સારા ભાવરૂપ પવનના ઊર્મિથી કરેલાં સત્કર્મની જેમ હર્ષ આપવાં લાગ્યાં. બંને કુળમાં ઉજ્જવળ એવી સદ્ગુદ્ધિવાળી સ્ત્રીઓની જેમ સરિતાએ અંતઃપ્રસન્ન થઈને સન્માર્ગે ચાલવા લાગી. તે સમયે ચંદન, ચંદ્રનાં કિરણા, ચારૂ ચીનાઈ વસ્ત્ર અને ગાય તથા નદીનું પ' કાને સુખકારી લાગતું નથી ! વર્ષાઋતુમાં સંચય કરેલા દેહને દાહ કરન નાર કામદેવના અને સૂર્યના તાપ તે સમયે અત્યંત પ્રદીપ્ત થયા. યોગમાર્ગનીપે પૃથ્વીના માર્ગ પંકરહિત-શુદ્ધ થયા; વીતરાગની દૃષ્ટિનીજેમ દિશાએ સર્વત્ર પ્રસન્ન થઈ; હાથીના મઢ જેવા સુગંધી સાચ્છદનાં વૃક્ષાએ પાતાના પુષ્પરસવર્ડ મઘનું સહકારીપણું પ્રાપ્ત કર્યું; જૈનધર્મની જેમ આકાશ નિર્મળ થયું અને પ્રદેશનીપેઠે તે બંને રાજાના મને પણ કલુષિતપણું છેાડી દીધું. ** "" આ સમયે વિમલબુદ્ધિ નામના મંત્રીશ્વરે આવી પ્રણામ કરી પેાતાના સ્વામી દ્રાવિડ રાજાને વિજ્ઞપ્તિ કરી, “સ્વામી! આ શ્રીવિલાસ નામના વનની નજીક કેટલાક તાપસે। પાપની શાંતિને માટે તપસ્યા કરેછે; તે છણે વલ્કલ વસ્ત્ર પહેરે છે અને કંદમૂળ ફળાદિ ખાયછે. જો તમારી આજ્ઞા ( ઇચ્છા ) હાય તેના આપણે તેમને વાંઢવા જઈએ. ” તે સાંભળી મંત્રીનાં વચનને સાર્થક કરવાને દ્રાવિડ રાજા સર્વે સૈન્યને સાથે લઇને તાપસાના આશ્રમે આવ્યા. ત્યાં એક મુખ્ય તાપસ તેમના જોવામાં આવ્યા. તેણે વલ્કલનાં વસ્ત્ર પેહેર્યાં હતાં, પપૈકાસને બેસી જપમાળા ફેરવતા હતા, મનને ધ્યાનમાં લીન કર્યું હતું, ગંગાની સ્મૃત્તિકાથી સર્વ અંગપર વિલેપન કર્યું હતું, જપ મંડળે મંડિત હતા, પેાતાના નેત્રરૂપ ભ્રમરને આદિનાથનાં ચરણકમળમાં જોડી દીધાં હતાં, તપસ્વીએ અને બીજા ધર્માથી લૉકા તેની ઉપાસના કરતા હતા અને ચેાગ્યવખતે વનનાં ફળ ફૂલના આહાર કરતા હતા. એ મહાશય તાપસનું સુવલ્લુ એવું નામ હતું. નામ જાણી દ્રાવિડ રાજાએ ભક્તિયુક્ત ચિત્તથી નામગ્રહણપૂર્વક તેમને પ્રણામ કર્યાં. સુવલ્ગુ તાપસે તત્કાળ ધ્યાન છેડી સુકૃતરૂપ સ્રીઓની શિખાને ઊંચી કરતા હોયતેમ હાથ ઊંચા કરીને આશિય્ આપી. ભક્તિવડે નમ્ર દ્રાવિડ રાજા તેમનાં વચન સાંભળવાની સ્પૃહા કરીને પરિવાર૧ ગાયપક્ષે દૂધ, નદીપક્ષે નિર્મળજળ, ૨ ચોગપક્ષે કર્મપંક અને માર્ગપક્ષે કાદવ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy