________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૭ મિ.] કવિડ અને વાલખિલ્યનું તુમુલ યુદ્ધ, ચિત્તાકર્ષક વર્ણન. ર૩૭ થીઓ જાણે પાંખેવાળા પર્વતો હોય તેમ ચાલવા લાગ્યા. તે વખતે નિશાના ધ્વનિઓથી દિગ્ગજેંદ્રો દૂર નાશી ગયા, ભેરીના ભણકારાથી જગત ભય પામ્યું; અને સૈન્યના કળાહળથી આદિવરાહનાં યૂથ ભયબ્રાંત નેત્રે ધીરતા તજી દઈને ત્રાસ પામ્યાં. રણવાજિત્રોના ઉચ્ચ નાદથી યુદ્ધાભિલાષી વિરલેકોનાં હૃદયે વિશેષ ઉલ્લાસને પામ્યાં. તે વખતે એ કોઈ નવીન નાદસાગર પ્રગટ થયે કે જેણે ક્ષણવારમાં આકાશભૂમિની મર્યાદા ઉલ્લંઘન કરી દીધી. તે નાદના પ્રસરવાથી વીરેએ વિરપણું, કાયરેએ કાયરપણું અને અશ્વોએ ચપળપણું પ્રાપ્ત કર્યું. બન્ને સૈન્યના પાદઘાતથી અને નિશાનના ધવનિથી આકાશભૂમિ તડતડ શબ્દ કરવા લાગી. બેસુમાર સૈન્યના ચાલવાથી પૃથ્વી બહુ પ્રકારે ચૂર્ણ થઈ રેણુપણાને પામી પાછી સૈન્ય વડેજ રોકાવાથી અને અન્યની સન્મુખ આવી. ત્યાં અશ્વોના હેવારવથી આકાશના આંગણામાં ગઈ, અને ત્યાં પણ સમાઈ નહીં તેથી પાછી આવીને તેણે જગતની દૃષ્ટિને રૂંધી દીધી. પિતાના ગોત્રના પૂર્વારૂનાં પરાક્રમો સાંભળવામાં તત્પર એવા અગ્રેસર વિરેએ પરપર બાવડે યુદ્ધ કરવા માંડ્યું. સર્વ વાજિત્રોના નાદથી અને સર્વ પ્રકારના આરંભથી સૈનિકે સર્વ રીતે નજીક આવ્યા. આગળ રહેલા દાવાનલ જેવા હાથીએ હાથી, અધે અશ્વ, પેદલે પેદલ અને રથે રથ યુદ્ધ કરવા લાગ્યાં. કઈ ઘડેસ્વારે કોઈ ગજરૂઢ પુરૂષને આકુલ વ્યાકુલ જે વેગવાળા ઘોડાવડે જઈને હાથીના દાંત ઉપર ઘોડાના પગ મૂક્યા, અને વેગથી ખર્શ ખેંચી તરત શત્રુના મતકને દૂર કરી વીરવૃક્ષના ફળની જેમ હાથમાં પકડીને વારંવાર નાચવા લાગે. કોઈ ખગ્નધારી બાણથી વ્યાકુલ થઈ આડી ઢાલ ધરીને નમ્ર વાણું બેલતે પાંજરામાં રહેલા પોપટની તુલનાને પ્રાપ્ત થશે. કોઈ ખટ્ઝધારી સુભટે કમલનાળની જેમ બાણના ઘાતને અવગણીને પિતાના રાજાની દેખતાં ધનુર્ધારી શત્રુને મારી નાખે. કેઈ અગ્રવગરને સુભટ હાથીના મુખમાંથી દાંત ખેંચી લઈ તેના વડે શત્રુને વધ કરી પિતાના સ્વામીના પ્રસાદને લાયક થે. કઈ વીર પિતાના શરીર ઉપર પડતા શત્રુઓના દેહમાંથી ઉછળતા રૂધિરના બિંદુઓથી સંગ્રામલક્ષ્મીના રાગના છાંટાની શોભા ધારણ કરવા લાગે. કોઈ સુભટ દુશમના માંસથી ગીધ, શિયાળ, તાલ, ડાકણ, પ્રેત અને રાક્ષસોને અનેક પ્રકારે લેભાવવા લાગે. સ્થલઉપર પણ અશ્વરૂપ તરંગને ઉછાળતો અને હાથીરૂપ પર્વતને ધારણ કરતો રૂધિરને સાગર આમતેમ ઉછળવા લાગે.
૧ હાથીપર બેસનાર હાથી પર બેસનાર સાથે, ઘોડેસ્વાર ઘોડેસ્વાર સાથે, રથી રથમાં બેઠેલા સાથે અને પગે ચાલનારા પગે ચાલનારા સાથે યુદ્ધ કરે એવી નીતિ છે.
For Private and Personal Use Only