________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથhills:
* ,
S
SA - *
*
* **
શ્રી શત્રુંજયમાહાત્મ્ય.
વનુEn: news
પ્રથમ સર્ગ. ॐ नमो विश्वनाथाय, विश्वस्थितिविधायिने। • ગડચણ, ગુવીરાય યોનિને ૨ વિશ્વના પતિ, વિશ્વની મર્યાદા કરનારા, અવ્યક્ત સ્વરૂપી, ગી અને 6 યુગદીશ એવા અહંત પ્રભુ (ઋષભદેવ) ને નમસ્કાર છે. અહંત
પણાની અને ચક્રવર્તીપણાની લક્ષ્મીના સ્વામી, સુવર્ણના જેવી A 0 | કાંતિવાળા, સ્તુતિ કરવા ગ્ય અને કલ્યાણની શ્રેણી કરનાર “શ્રી શાંતિનાથ” ભગવાન સત્કૃત્યના લાભને અર્થે થાઓ. ક્રિીડામાત્રમાં વાસુદેવ(કૃષ્ણ)ને હીંચકાવનારા, જરાસંધના પ્રતાપને હરનારા, અને કામદેવને નાશ કરનારા “શ્રી નેમિ” ભગવાન તમોને પવિત્ર કરો. જેની દૃષ્ટિરૂપ અમૃતવૃષ્ટિથી સર્પ પણ સપને પતિ થઈ, ત્રિવિધ તાપથી મુક્ત થયે, એવા “શ્રી પાર્શ્વનાથ ભગવાન તમોને હર્ષને માટે થાઓ. ઇંદ્રને સંશય ટાળવાને માટે જેણે મેરૂ પર્વતને કંપાયમાન કર્યો, એવા શૂરવીર, દાનવીર અને ધર્મવીર શ્રી મહાવીર” સ્વામી તમારા કલ્યાણને અર્થે હો. કલ્યાણ લક્ષ્ય અ કમળરૂપ, મોક્ષલક્ષ્મીના છત્રરૂપ અને પુંડરીક-શત્રુંજય ગિરિના મુગુટરૂપ “ક પુંડરીક ગણધરને હું નમસ્કાર કરું છું. આદીશ્વર પ્રમુખ તીર્થંકરોનું, પુંડરીક પ્રમુખ મુનિઓનું અને શાસનદેવીનું ધ્યાન કરીને હું સચ્ચરિત્રને ઉદ્યમ કરૂંછું.
પૂર્વે શ્રીયુગાદિ પ્રભુના આદેશથી પુંડરીક ગણધરે વિશ્વના હિતને માટે, દેવતાઓએ પૂજેલું, સર્વ તત્ત્વસહિત અને અનેક આશ્ચર્યયુક્ત એવું શત્રુંજયનું
૧ ધરણક-નાગકુમાર નામની ભુવનપતિ નિકાયનો ઇદ્ર. ૨ મન, વચન અને કાયાસંબંધી.
For Private and Personal Use Only