________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમો સર્ગ.
થિી શ્રી કષભ સ્વામીને એક દ્રવિડ નામે પુત્ર હતો તેના નામથી ઘણા ધા
ન્યની ઉત્પત્તિવાળે દ્રાવિડ દેશ પ્રખ્યાત થયે છે. તેને દ્રાવિડ અને વાલખિલ્ય નામે બે પુત્રો થયા. તેઓ પરસ્પર સેહી, વિનીત અને
યશ તથા લક્ષ્મીના ધામરૂપ હતા. સારી વાસનાવાળા દ્રવિડે પ્રભુનીપાસે દીક્ષા લીધી, અને મિથિલાનું રાજય દ્રાવિડને આપ્યું. “એક રાજયને લીધે આ બન્ને ભાઈઓને વિરસ વૈર ન થાઓ એવું ધારી તેણે વાલખિલ્યને એક લાખ ઉત્તમ ગામ આપ્યાં. અનુક્રમે લક્ષ્મી અને કીર્તિથી વૃદ્ધિ પામતા પિતાના અનુજ બંધુને જોઈ દ્રાવિડ તેની ઉપર જરા ઈર્ષ્યા કરવા લાગે, ને પિતાના ન્યાયરહિત બંધુને ક્રોધ પામેલે જાણે વાલખિલ્ય તેના રાજ્યને જ લેભ કરવા લાગે. “દુઃખને પાત્ર લેભથી ધિક્કાર છે. લેભથી પરાભવ પામેલ પુરૂષ ભૂત ભરાયેલું હોય તેમ પિતા, માતા, બંધુ, મિત્ર, ભાર્યા, પુત્ર, અને ગુરૂની અવજ્ઞા કરે છે. પરસ્પર દ્વેષ થવાથી પ્રીતિરહિત થયેલા તે બન્ને બંધુ પોતપોતાનાં મનમાં વિષમિશ્રિત દૂધની જેમ વર્તવા લાગ્યા. કેટલેક કાળે જુદા મનવાળા તેઓ દુર્જનેની પ્રેરણાથી પરસ્પર અવિશ્વાસી થઈને એક બીજાના છળની શંકા ધરાવવા લાગ્યા.
એક વખતે દ્રાવિડે અનેક દાવાનળ જેવું એક વચન કહી નાખ્યું કે, “હે અનુજ ! તારે હવે મારું નગર છેડીને તારા સ્થાનમાં જ રહેવું.” આવું મોટા ભાઇનું વચન સાંભળી ક્રોધરૂપી મોટા દ્ધાથી રૂંધાએલ વાલખિલ્ય શલ્યસહિત પિતાના નગરમાં ચાલ્યો ગે. પછી પિતાનાં ગામડાંઓમાંથી ઘણું પેદળ લશકર તથા દેશ અને ગામના અધિપતિઓને એકઠા કરી વાલખિત્યે ગર્વથી જયેષ્ઠબંધુ ઉપર ચઢાઈ લઈ જવાની તૈયારી કરી. આ ખબર સાંભળી દ્રાવિડે પણ અતિ ઉત્સાહથી
૧ નાના ભાઈ પછવાડે જન્મેલ,
For Private and Personal Use Only