________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. કુનીતિરૂપ અંધકારને નાશ કરતા અને શત્રુરૂપ તારાને નિવારતા તે સત્યપ્રતિજ્ઞાવાળા સૂર્યયશારાજાએ પૃથ્વીનું પાલન કરવા માંડ્યું. પિતાના જન્મને પવિત્ર કરતા તે સૂર્યયશાએ ભરતરાજાની પેઠે બધી પૃથ્વી શ્રીજિનચૈત્યમંડિત કરી અને અનેક સંઘયાત્રા કરી. તે ધર્મવાન્ રાજા સુખદાયક ચતુર્દશી અને અષ્ટમીના પર્વનું શ્રીયુગાદિ પ્રભુના ચરણની જેમ આરાધના કરવા લાગે; જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારા શ્રાવકોને ઓળખી ઓળખીને પોતાને ઘેર જમાડવા લાગે; અને ભરતરાજાએ જેમ તેવા શ્રાવકેને કાકિણી રતની રેષાથી અંકિત કર્યા કતા, તેમ સૂર્યશાએ સુવર્ણની ઉપવીતવડે અંકિત કર્યો. તે પછી મહાયશા વિગેરે રાજાઓએ રૂપાની ઉપવીતથી, તે પછીના રાજાઓએ પદસૂત્રથી અને છેવટ સૂત્રના ઉપવીતથી તેમને અંકિત કર્યા. સૂર્યયશાને ઉદાર ચરિત્રવાળા અને મોટા પરાક્રમવાળા મહાયશા વિગેરે સવાલાખ પુત્રો થયા. જેમ શ્રીગષભભગવંતથી ઈક્વાકુવંશ પ્રવર્ચે તેમ સૂર્યયશાથી ભરતભૂમિ પર સૂર્યવંશ પ્રવર્યો. એક વખતે સૂર્યયશા પણ ભરતની પેઠે રદર્પણમાં પિતાનું પ્રતિબિંબ જોતા સંસારની અસારતા ચિંતવી કેવળજ્ઞાન પામ્યા. પછી એ રાજા મુનીશ્વરના વેશને ધારણ કરી વિહાર કરતા અનેક ભવ્ય પ્રાણુઓને પ્રતિબોધ આપી અનુક્રમે કમરગને છતી મુક્તિરથાનને પ્રાપ્ત થયા. ભરતના સૂર્યયશા, તેના મહાયશા,તેના અતિબળ, તેના બલભદ્ર, તેને બલવીર્ય, તેના કીર્તિવીર્ય, તેના જશવીર્ય અને તેના પુત્ર દંડવીર્ય એ આઠ પુરૂષસુધી શ્રાવકોની પૂજા પ્રવર્તી અને તે આઠે પુરૂષો પિતાનું રૂપ રસદણમાં જોતાં કેવળજ્ઞાન પામી અનુક્રમે મોક્ષે ગયા.
એ સર્વ રાજાઓએ અર્ધ ભરતક્ષેત્ર પર રાજ્ય કર્યું હતું અને ઈંદ્ર પહેરાવેલા ભગવંતને મુકુટને મસ્તકે ધારણ કર્યો હતો. તે પછીના રાજાઓ એ મુકુટનું મોટું પ્રમાણ હોવાથી તેને માથે ધરી શક્યા નહીં, કારણ કે, હાથીને ભાર હાથી જ ઉપાડી શકે છે, બીજાથી ઉપાડી શકાતું નથી. ભરત ચક્રવર્તી પછી તેમની સંતતિમાં અજિત સ્વામી સુધી ભરત વંશના સર્વ રાજાઓ અનુત્તર વિમાને કે મેક્ષે ગયા, અને તે સર્વ સંધપતિઓ અહંતના ચૈત્યને રચાવનારા, તીર્થને ઉદ્ધાર કરનારા અને અખંડપ્રતાપી થયા. જે પુરૂષ શ્રી સર્વોક્ત ધર્મથી અંશ માત્ર પણ ચલાયમાન થતા નથી તે સૂર્યયશા રાજાની પેઠે પરમ સમૃદ્ધિને પામે છે.
આ પ્રમાણે કોટિ શાખાઓમાં લક્ષ્મીના ઉદયવાળે, કીર્તિને આધાર અને નિર્મલ તેમજ સારા ચરિત્રવાળા સંતાનરૂપ મોતીના નિવાસભૂત શ્રી ત્રિભુવનગુરૂ યુગાદિ પ્રભુને જે વંશ આ ત્રણ લેકને સદા આલંબન કરવાની ઉત્તમ યષ્ટિ (લા
For Private and Personal Use Only