________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
હે ચહિણી : સર્વ
જિનાં આવાં વચનામ કે ધર્મ ન હોય તે
શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. ગવંતના મંદિરમાં અમારા કહ્યા પ્રમાણે કરવાનું સારી રીતે સ્વીકાર કરેલું છે, તેથી તમારી પરીક્ષા કરવા માટે મેં આવાં વચનો કહ્યાં હતાં તેમાં તે તમે અ૫કાર્યમાં ક્રોધને વશ થઈ ગયા એ કેવા ખેદની વાત ! અરે! અમે શીલથી અને સુખથી બંનેથી ભ્રષ્ટ થઈ, તો હવે ચિતાગ્નિના સેવનથી અમારૂં મરણજ થાઓ. તેજ અમને શ્રેયઃકારી છે.” આવાં ઉર્વશીનાં વચન સાંભળી તેમાં મગ્ન થયેલો રાજા પિતાનાં વાક્યને સંભારી સ્પષ્ટ વચન બે “જે મારા પિતામહે કહ્યું હોય, અને જે મારા પિતાએ આચર્યું હોય, તે હું તેને પુત્ર થઈને કેમ લોપિત કરું ? હે હરિણાલિ ! હિરણ્ય લે, હે માનિની ! બધી પૃથ્વીને સ્વીકાર કર, હે ગજગામિની ! ગજેંદ્રોને ગ્રહણ કર, હે વરાનને વાજીઓને અંગીકાર કર; હે કૃશાંગિ ! હે ગૃહિણી! સર્વ ભંડારને ગ્રહણ કર, પણ જેમાં સુખ કે ધર્મ ન હોય તેવું કાર્ય મારી પાસે કરાવીશ નહીં.” રાજાનાં આવાં વચન સાંભળી જરા મિત કરીને તે કમળ વાણુઓ બેલી, “હે ભૂમિનાથ ! તમારા જેવાને જે સત્ય બોલવું તેજ મહાવ્રત છે. જે પાપી પિતે સ્વીકાર કરેલાં વચનને વિઘાત કરે છે તે એવો અપવિત્ર છે કે તેના ભારથી આ પૃથ્વી અતિ ખેદ પામે છે. હે ક્ષિતિમંડનનાથ ! જે તમારાથી આવું કાર્ય સિદ્ધ નથી થતું, તે પછી રાજયાદિક આપવાનું તે કેવી રીતે સિદ્ધ થશે ? તમારે માટે મારા પિતાનાં વિદ્યાધરસંબંધી ઐશ્વર્યની પણ મેં દરકાર કરી નહીં, તે હવે તમારા રાજયાદિકથી શું કરું કે જેથી મારી મનસ્વિતા રહેતી નથી. તથાપિ હે રાજા ! જે તમારે આ પર્વને ભંગ ન કરવો હોય તે આ શ્રીયુગાદિ પ્રભુના પ્રાસાદને મારી દૃષ્ટિ આગળ પાડી નાંખો.આવાં વચન સાંભળતાં જ હૃદયમાં વજથી હણાણો હેય તેમ રાજા નિશ્ચતન્ય થઈ પૃથ્વી પર પડી ગયે. તત્કાળ મંત્રીઓની આજ્ઞાથી તેના આકુલ વ્યાકુલ પરિવારે શીતળ ચંદનના લેપવડે રાજાને ચૈતન્યયુક્ત કર્યો. જાગ્રત થયેલા સૂર્યયશાએ તામ્ર મુખ કરી જાણે સમીપ રહેલી દષા હોય, તેમ આગળ ઊભેલી ઉર્વશી તરફ દૃષ્ટિ કરી અને ક્રોધથી કહ્યું, “અરે અધમ ! આ તારે
આચાર વાણી વડેજ મારી આગળ તારી કુલાધમતાને સૂચવે છે. જેવું ભેજન તેજ ઓડકાર આવે છે. તે વિદ્યાધરની પુત્રી નથી પણ કોઈ ચંડાલની પુત્રી હોય તેમ લાગે છે. મેં મણિના બ્રમથી કાચના કટકાને આદર કર્યો. જે ઐક્યના એક નાથ છે. અને જે ત્રણ લોકના જનથી વંદિત છે, તેના પર્વ અને પ્રાસાદને ભંગ કરનાર કોણ થાય ? હે ભામિની! પોતાનાં વચનથી પિતાની મેળે બંધાઈ ગયેલા મને અનણ કરવાને માટે ધર્મના લેપ શિવાય બીજું તને ગમે
૧ સુંદર મુખવાળી સ્ત્રી. ૨ અશ્વો. ૩ નેક, ૪ દોષયુક્ત સ્ત્રી અથવા રાત્રી. ૫ મુક્ત.
For Private and Personal Use Only