________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૬ ઠ્ઠો.] સૂર્યયશાન ત્રતભંગ કરાવવા ઉર્વશીનો પ્રયાસ.
૨૨૭ બાલાઓને વિશ્વકર્માએ નાદામૃતથીજ નિમેલી છે! આ સુંદરીઓનું નિરૂપમ રૂપ અને અમૃતના ઝરારૂપ ગાન ક્યા પુણ્યવંતના ભોગ માટે થશે!” આ પ્રમાણે વિચારી વારંવાર તેમની તરફ દૃષ્ટિ કરીને રાજાએ શ્રીયુગાદિ પ્રભુનાં વાંછિતપૂરક ચરણને નમસ્કાર કર્યો. પછી સૂર્યયશાએ પાછા ફરી એક તરફના ઓટલા પર બેસી તેમનું કુળાદિક પૂછવાની મંત્રીને આજ્ઞા કરી. રાજાની આજ્ઞાથી મંત્રી તેની પાસે આવી અમૃત જેવી મધુર વાણુએ છે. “હે વનિતાઓ! તમે કોણ છો ? ત્રણ લોકમાં તમારો નિવાસ ક્યાં છે? પતિ કોણ છે? અને અહીં કેમ આવેલ છો?—એ સર્વ કહે.” મંત્રીનું વચન સાંભળી તેમાંથી એક બોલી “અમે બન્ને વિદ્યાધરપતિ મણિચૂડની પુત્રીઓ છીએ. બાળપણથી જ અમારું મન કળામાં આદરવાળું હોવાથી નિત્ય વીણામાં ક્રીડા કરતું અને પુરતાની સાથે રમતું હતું. જયારે અમને યૌવનવય પ્રાપ્ત થયું ત્યારે અમારા પિતાને આ કન્યા કોને આપવી, એવી ચિંતા પણ તેની સ્પર્ધાથી વધવા લાગી. સર્વ જગતમાં અમારી સદૃશ પતિ મળે નહીં એટલે અમે બન્ને પિતાને ચિન્તાસાગરમાંથી નિવૃત્ત કરી ત્યાંથી ચાલતી થઈ. હે મંત્રી! ત્યારથી સ્થાને સ્થાને અહંત ચૈત્યને નમસ્કાર કરી અમે બન્ને આ જન્મને સફળ કરીએ છીએ. કેમકે ફરીવાર આ મનુષ્યભવ ક્યાં મળે તેમ છે ! આ અધ્યાનગરી પ્રભુના ચરણથી પવિત્ર થયેલી હોવાથી તીર્થરૂપ છે, તેથી અહીં આ ભરતચક્રીએ કરાવેલાં જિનચૈત્યમાં શ્રી આદિનાથને નમસ્કાર કરવા આવી છીએ.”
આ પ્રમાણે તે કહેતી હતી, તે વખતે મંત્રીએ કહ્યું કે, “આ સૂર્યયશા રાજાની સાથે તમારે સંગમ શ્રેષ્ઠ છે. આ રાજા શ્રીગsષભપ્રભુના પત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર છે. વળી કળાકલાપમાં કુશળ, સૌમ્ય, સદ્ગુણી અને બલિષ્ટ છે. જરૂર તમારી ઉપર ઝષભપ્રભુ સંતુષ્ટ થયેલા છે કે જેથી સહસા આ સૂર્યયશા જે વર તમને પ્રાપ્ત થયે છે. જેમ ચંદ્રિકા ચંદ્રથી શેભે છે તેમ તમે બંને સૂર્યપશાની સાથે હર્ષથી શોભા પામે. આ પ્રમાણે મંત્રીએ કહ્યું, તે સાંભળી તે બંને રમણે બોલી કે “સ્વાધીન પતિ વિના અમે બીજાનો આશ્રય કરવા ઈચ્છતી નથી.” પછી મંત્રીએ રાજાની સંમતિ લઈને તેમને કહ્યું કે, “રાજા હમેશાં તમારાં વચનને માન્ય કરશે, તેમ છતાં અન્યથા કરે તો મારે તેને નિષેધ કરો.” તે વાત સ્વીકાર્યા પછી શ્રીયુગાદીશ પ્રભુની સમક્ષ સર્વની દૃષ્ટિને પ્રીતિ ઉત્પન્ન કરે એ તેમના પાણિગ્રહણને મહત્સવ થે. તેમના પ્રીતિરસથી ખેંચાયેલે રાજા સંસારમાં મૃગ
૧ પોતાનું કહ્યું કરે તેવો.
For Private and Personal Use Only