________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગ ૬ ટ્ટો. ]
ભરતચક્રીની ભાવના—આરિસાભુવનમાં કેવળજ્ઞાન,
૨૨૩
૧
રપમાં પડતા પ્રાણીઓને રક્ષણ કરવાને સમર્થ નથી. હે જગત્રાતા પિતાજી ! જેમ બીજા પુત્રોનું તમે રક્ષણ કર્યું, તેમ મારૂં પણ રક્ષણ કરા, અથવા એવા આલંભા એમને શી બાબત આપવા ! કેમકે હું દુષ્ટ પુત્ર છું, તેથી તેમણે મને મરણ કર્યો નહીં હાય. આ દેહ, ગેહ, લક્ષ્મી કે અંતઃપુર કાઇ પણ મારૂં નથી, હું તે એકલેાજ છું અને હવેથી માત્ર સમતાના આનંદમય અમૃતજળમાં રનાન કરી રહલા છું.” આ પ્રમાણે ચિતવતાં, ઉપાધિરહિત, શાંત, ક્રિયા તથા મરણુરહિત, જ્ઞાનાનંદરૂપ પરમતત્ત્વને વિષે તે લય પામ્યા. રૌદ્ર ધ્યાનથી, અપકૃત્યથી, ૫રદ્રોહથી અને કુકર્મથી જે મહત પાપ બાંધ્યું હતું તેને શુભ ભાવનાવડે ટાળી નાંખ્યું. તે ચેાગી ભરતે દેહરૂપી ગૃપાત્રમાં રહેલાં મનરૂપ પારદને કલ્યાણસિદ્ધિને માટે ધ્યાનરૂપ અગ્નિએ સ્થિર કરીને બાંધી લીધા. ઉત્તમ હૃદયવાળા તે ચોગીંદ્ર મહારાજા વૃદ્ધિ પામતા ઉપશમથી ક્ષપકશ્રેણીપર આરૂઢ થઇ તત્કાળ કેવળજ્ઞાન પામ્યા. પછી ઇંદ્રની આજ્ઞાથી દેવતાએ મુનિવેશ આપ્યા તેને ગ્રહણ કરી. ભરતે સર્વ વિરતિદંડકને ઉચ્ચાર કર્યાં. ભરતચક્રીની પછવાડે દશ હજાર રાજાઓએ ઢીક્ષા લીધી, કારણ કે “ તેવા સ્વામીની સેવા પરલોકમાં પણ સુખદાયક થાયછે.” ઉત્કૃષ્ટ પદમાં સ્થિતિ કરનારા ઢાવાથી પરને નહીં વાંદતા એવા તે ભરત કેવળીને દેવ, નાગકુમાર અને મનુષ્યાએ ભક્તિપૂર્વક વંદના કરી,
પછી ઈંદ્રે સર્વ પૃથ્વીના ભારને સહન કરનાર ભરતના પુત્ર આદિત્યયશાને રાજ્યાભિષેક કર્યો. કેવળ જ્ઞાન ઉત્પત્તિ સમયથી ૠષભદેવ ભગવંતની જેમ ભરતરાજાએ પરિવાર સહિત ગામ, આકર, નગર, અરણ્ય, પર્વત અને દ્રોણમુખ વિગેરેમાં રહેલા ભન્યપ્રાણીઆને ધર્મદેશનાથી પ્રત્યેાધ કરતાં એક લાખ પૂર્વસુધી વિહાર કર્યો. છેવટે અષ્ટાપદ પર્વતપર જઇ ભરતમુનિએ યથાવિધિ ચતુર્વિંધ આહારનું પચ્ચખાણ કર્યું. એક માસને અંતે શ્રવણ નક્ષત્રમાં અનંત ચતુષ્ટયને સિદ્ધ કરી એ શાંત મહાત્મા માક્ષે ગયા. તેમની પછવાડે અનુક્રમે બીજા સાધુએ પણ મેાક્ષ પામ્યા. દેવતાઓ સહિત ઇંદ્રોએ સ્વામીની પેઠે સ્વામીના પુત્ર ભરતના પણ નિર્વાણ મહાત્સવ કરી ત્યાં ઊંચા ચૈત્યો રચ્યા.
ચક્રવર્તી ભરતરાજા કુમારપણામાં સત્યોતેર લાખ પૂર્વ, મંડલીકપણામાં એક હજાર વર્ષ, ચક્રવìપણામાં એક હજાર વર્ષે ઊણા છ લાખ પૂર્વે અને કેવળજ્ઞાનમાં એક લાખ પૂર્વ એમ એકંદર ચારાશી લાખ પૂર્વનું સર્વે આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા. ભરતરાજા વિગેરેના સિદુિસ્થાન અષ્ટાપદ પર્વત
૧ ઘર. ૨ પારા.
For Private and Personal Use Only