________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાહ
ર મુનિ
જન
૨૧૮ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. સૂક્ષ્મક્રિય નામે શુકલધ્યાનના ત્રીજા પાયાને પ્રાપ્ત થયા. પછી સૂક્ષ્મ કાગને પણ છેડી દઈ ઉછિન્નક્રિય નામે ચોથે શુકલધ્યાન પામી પ્રભુ લેકારપદને પ્રાપ્ત થયા. બાહુબલિ વિગેરે મુનિઓ પણ વિધિપૂર્વક શુકલધ્યાનને આશ્રય કરી તેજ ક્ષણે અવ્યયપદને પ્રાપ્ત થયા. પ્રભુના નિવાણ કલ્યાણકથી ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. પંચત્વ પામીને પાંચમી ગતિને પ્રાપ્ત થયેલા પ્રભુને જોઈ ભરતરાજા અપાર દુઃખના ભારથી મૂછ પામી પૃથ્વી પર પડી ગયા. થોડી વારે સાવધાન થઈ તેણે આક્રંદ કરવા માંડ્યું કે, “ત્રણ જગતના ત્રાતા પ્રભુ, બાહુબલિ વિગેરે અનુજ બંધુઓ, બ્રાહ્મી અને સુંદરી બહેન, પુંડરીક વિગેરે પુત્રો, અને શ્રેયાંસ વિગેરે પૌત્રો કર્મરૂપ શત્રુઓને હણી કાચને પ્રાપ્ત થઈ ગયા, તથાપિ હું જીવિતમાં પ્રીતિવાળો ભરત અદ્યાપિ જીવું છું.' આ પ્રમાણે આ કંદ કરતા ભરતને જેઈ ઇંદ્ર શેકથી રૂદન કરવા માંડયું, તેથી સર્વ ઠેકાણે રૂદન કરવાનો પ્રચાર શરૂ થયે. ઇંદ્રની પછવાડે દેવતાઓએ પણ રૂદન કરવા માંડયું, તે જઈ ભરતરાજા રૂદનક્રિયામાં જાણિતા થયા. ત્યાંથી માંડીને શેકગ્રંથિને ભેદનાર તથા હૃદય અને નેત્રને શોધનાર પૂર્વ નહીં દીઠેલો રૂદનનો વ્યવહાર જગતમાં પ્રવર્યો. ભરતના મોટા રૂદનથી ભૂમિ અને આકાશને ભાગ પણ શકાકુળ થઈ ગ અને પર્વતના પથ્થરમાંથી ઝરતા નિર્ઝરની જેમ અથુ ઝરવા લાગ્યાં.
અતિ શેકવડે આક્રાંત થયેલા હોવાથી જાણે મરવાને ઇચ્છતા હોય તેવા ભરતને જોઈ તેમને બંધ કરવા માટે ઇંદ્ર પવિત્ર વાણથી આ પ્રમાણે બેલ્યા.
ત્રણ જગતના સ્વામીના પુત્ર હે ચક્રવર્તી ! સહજ ધીરતા છોડી અજ્ઞજનની પેઠે શેકથી આમ કેમ અતિ રૂદન કરો છો ? જે સ્વામી જગતના આધાર, જગતની સ્થિતિના બાંધનાર, અને અહર્નિશ જગતને નમવા ગ્ય તે પ્રભુ કેમ શોચનીય હોય ? અનન્ય કાર્ય સાધનારા, અને કર્મોનાં બંધનો ત્યાગ કરનારા મુમુક્ષુજનોને તે આ પ્રભુનિર્વાણ તે અક્ષણ મહત્સવરૂપ છે. તે બુદ્ધિરૂપી ધનવાળા આર્ય ! હર્ષ ને શેક બંને સ્વાર્થને ઘાત કરનારા અને પાપને બંધાવનારા છે, માટે તમે તેને છેડી દો અને પુનઃ ધૈર્ય ધારણ કરે.” આ પ્રમાણે ચક્રપાણિ ભરતને આશ્વાસન આપી ઈંદ્ર પ્રભુના અંગને સરકાર કરવા માટે ગશીર્ષ ચંદનનાં કાષ્ટ દેવતાઓની પાસે મંગાવ્યાં. પછી દેવતાઓએ પ્રભુને માટે પૂર્વદિશામાં ગોળ, બીજા ઈક્વાકુવંશીઓને માટે દક્ષિણ દિશામાં ત્રિબુણી અને બાકીના સર્વ
૧ ઝરણાં. ૨ જેના હાથમાં ચક છે તેવા એટલે ચકવાં.
For Private and Personal Use Only