________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મી.]
સાધર્મિક વાત્સલ્યનો મહિમા
૨ ના.
૨૧૫
રતની કાંતિના સમૂહથી દીપતા હરિતરપર આરૂઢ થયા. મરતક પર મૂર્તિમાનું પુણ્યને અંકુર ફુરતા હોય તેવું પૂર્ણ ચંદ્રમંડલ જેવું છત્ર રત શોભવા લાગ્યું. જાણે તેમના મુખચંદ્રની સેવાને માટે બે ચર પક્ષી મળ્યા હોય તેમ ગંગાનદીના તરંગ જેવા બે ઉજજવળ ચામર વીંઝાવા લાગ્યા. જ્ય જ્ય વનિ કરતા સુભટ અને ગ્રામ રાગરંગે પવિત્ર ગાયન કરતા ગાયકે આગળ ચાલ્યા. પછવાડે કુળસ્ત્રીઓ ધવલ મંગલ ગાડી ચાલી અને આગળ જાણે મૂર્તિમાન સુકૃત્ય હોય તેવા ગણધર ચાલ્યા. આ પ્રમાણે સર્વ શોભાવાળા દેવાલયની પછવાડે ચાલતા ચક્રવર્તી ભરતે સુર, અસુર અને સંઘની સાથે વિનીતાનગરીમાં પ્રવેશ કર્યો. પ્રથમ નગરની અંદર રહેલા મુખ્ય ચામાં જઈ પ્રભુને નમસ્કાર કરી, ગુરૂમહારાજાને વાંધીને પછી ચક્રી પિતાના વાસગૃહ તરફ આવ્યા. પછી જેમ આત્મા દેહમાં, ચંદ્ર આકાશમાં, જળ મેઘમાં, સ્વર્ગપતિ સ્વર્ગમાં, સૂર્ય દિવસમાં, કવિત્વ સારા અર્થમાં, દેવ ચૈત્યમાં, સુગંધ પુષમાં અને સદ્ગણ કુલવામાં પ્રવેશ કરે તેમ ભરતે ઉત્સવવાળા પ્રાસાદમાં પ્રવેશ કર્યો. તે વખતે મહેલના ઉત્સગમાં રહેલાં ચંદ્રરત્નનાં કિરણોમાં જેનો ઉજજવલ મુખચંદ્ર સુરી રહ્યો છે અને હારના આધારભૂત સુંદર મોતીરૂપ નક્ષત્રોવડે જે વિરાજિત છે એવા ભરત ચક્રવને દેવતાઓના સમૂહ જેમ ઇંદ્રને નમે તેમ યક્ષે રાજાઓ, બેચરો અને બીજા શ્રેણી વિગેરે પિતાની કુશળતાને માટે હર્ષથી નમસ્કાર કરવા લાગ્યા.
इत्याचार्यश्रीधनेश्वरमूरिविरचिते महातीर्थशत्रुजयमाहात्म्ये श्रीभरतती
र्थयात्रातीर्थोद्धारवर्णनो नाम पंचमः सर्गः ।
''
For Private and Personal Use Only