________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
શત્રુંજય માહા....
[ ખંડ ૧ લો. શાના ચોથા શિખર ઉપર ભરતે મહાબળવાન નંદી નામના દેવને તીર્થરક્ષા માટે દૃઢપણે રસ્થાપિત કર્યો. ત્યારથી તે શિખરનું નાંદગિરિ એવું નામ પ્રસિદ્ધ થયું.
જે ઠેકાણુનો જે સ્વામી થાય, તેના નામથી તે સ્થાન પ્રસિદ્ધ થાય છે.” નમિ વિદ્યાધરની કનકા અને ચર્ચા નામે ચાસઠ પુત્રીઓ ત્રત ધારણ કરી એક શિખર ઉપર જઇને રહી હતી, તેઓ ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્દશીએ અર્ધરાત્રિએ એક સાથે સ્વર્ગ ગઈ, તેથી તે મહાન શિખર ચર્ચગિરિ નામે પ્રસિદ્ધ થયું. તે સાધ્વીઓ દેવલોકમાં રહીને પણ આદિનાથ પ્રભુના ચરણકમળના ભક્તોને વાંછિત આપે છે અને તેમના વિઘસમૂહ હરે છે.
ત્યાંથી સર્વ યાત્રાળુઓ પશ્ચિમદિશામાં વૃક્ષોની વિસ્તાર પામેલી શાખાઓના અગ્રભાગથી સૂર્યનાં કિરણોનો રોધ કરનારાં ચંદ્રોદ્યાનમાં આવ્યા. તે રમણીય વનમાં અનેક વૃક્ષની છાયામાં વિશ્રાંત થયેલી કિન્નરીઓનાં મનોહર જનપ્રણને અહંદ ગુણસંયુક્ત ગીતને ઝંકાર સાંભળવા લાગ્યા. મધુર ફળોને અને સ્વાદુ જળનો સ્વાદ લઈ સર્વજને વૃક્ષની છાયા નીચે વિશ્રાંતિ લઈ સુખે શ્રમરહિત થઈ ગયા. ત્યાં આગળ વહેતી બ્રાહ્મી નદીના મનોહર કલ્લોલવડે સુંદર એવા કાંઠા ઉપર સંઘના લેકેનું ચિત્ત અતિ હર્ષ પામ્યું. તે વનની રમણીયતા જોવામાં જેનું મન ખેંચાયેલું છે એવો કુમાર સોમયશા સમાન વયના બીજા કુમારોની સાથે તે વનમાં ફરવા ગયે. આ અતિ રમણીય છે, આ તેનાથી રમણીય છે એમ આકુળ મને આગળ ચાલતા કુમારે બ્રાહ્મી નદીના કાંઠાઉપર કેટલીક પર્ણકુટીઓને સમૂહ જે. કૌતુથી રાજકુમાર જે આગળ ચાલ્યું તેવામાં અંગ ઉપર ભસ્મલે પનવાળા અને જિતેન્દ્રિય જટાધારી તાપસો તેના જેવામાં આવ્યા. મૂર્તિથી શાંત હૃદયવાળા અને દેહની કાંતિથી અદ્ભુત વૈભવવાળા તેએને જોઈ સમયશાએ તેમનો આચાર પૂછ્યું. તેઓ બેલ્યા “અમે વૈતાઢ્યગિરિના નિવાસી વિદ્યાધરે છીએ. અમારામાંના કેટલાક હત્યાદિકનાં પાપથી અને કેટલાક દુરતર રોગોથી ગ્રસ્ત થઈ ગયા હતા, તે પીડાની શાંતિનો ઉપાય ધરસેન્દ્ર પાસેથી સાંભળીને અમે આ શત્રુંજયગિરિ નજીક ચંદ્રોદ્યાનને આશ્રમ કરી રહ્યા છીએ. હે રાજા ! સર્વ પ્રકારના દેશે અને રેગોને હરનારી આ નદી અને પવિત્ર ક્ષેત્રને સેવવાથી અમે રેગ અને દોષથી મુક્ત થઈ ગયા છીએ; અને કચ્છ મહાક પાસેથી આવું તાપસ વ્રત લઈ કંદફળ ખાઈને ભક્તિથી શ્રી આદિનાથનું સ્મરણ કરીએ છીએ. હે રાજા ! અહીં આઠમા ભાવી તીર્થકર શ્રીચંદ્રપ્રભ સ્વામીનું ૧ લોકોને પ્રતિ ઉત્પન્ન કરનાર. ૨ સ્વાદિષ્ટ, મીઠાં. ૩ પાંદડાંની ઝુંપડીઓ.
For Private and Personal Use Only