________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬ શત્રુંજય માહાતમ્ય.
[ખંડ ૧ લો. થઈને રહ્યો. એક સમયે લાગ જોઈ શ્રીજિનેશ્વર ભગવંતનાં આભૂષણે લઈ તે કેઈ ઠેકાણે ચાલ્યા ગયે. તેવા કનિષ્ઠ પ્રકારથી લાભ મેળવવામાં તેનું ચિત્ત લુબ્ધ થઈ ગયું હતું તેથી વળી તે અધમ બ્રાહ્મણે કોઈ મુનિનાં ઉપકરણે ચરી લીધાં. વ્યસનમાં આસક્ત એવા તેણે વ્યગ્ર હૃદયે તે સર્વે વેશ્યાને આપી દીધું. દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્ય સાત પેઢી સુધી દહન કરે છે. દેવદ્રવ્ય, તૈલ સાથે મિશ્ર કરીને ખાધેલાં ઝેર જેવું છે. દેવ દ્રવ્ય લેનારે સાત દિવસમાં અને ગુરૂદ્રવ્ય લેનારે ત્રણ દિવસમાં નરકને પામે છે. જેમ અસાથે વિષને સંસર્ગ, અને દૂધ સાથે કાંજીને સંસર્ગ તેવી રીતે પિતાના ધનની સાથે ગુરૂદ્રવ્યને સંસર્ગ છે. અર્થાત તે દ્રવ્ય પિતાના દ્રવ્યને પણ વિનાશ કરે છે. જે માણસને દેવ અને ગુરૂના દ્રવ્યવડે આજીવિકા કરવાની આશા છે, તે ધતૂરાના રસસાથે વિષને સ્વાદ કરવા જેવી છે. આ પ્રમાણે તે નીચ બ્રાહ્મણ દુષ્ટ રેગની પીડાથી કેટલેક દિવસે મૃત્યુ પામી નરક અને ચાંડાલના ભાવમાં ભટકી અંતે આ તારો ચોથે પુત્ર થયે છે.
આ ચાર પુત્રો મુનિઘાત, ઋષિઘાત, દેવગુરૂની નિંદા અને દેવગુરૂના દ્રવ્યને હરનારા છતાં તારા રાજકુળમાં અવતર્યા તેનું કારણ સાંભળ. ક્ષયભિલ અંતે મુનિનામરણથી, શૂર ક્ષત્રીય નવકારના મરણથી, નિંદા કરનાર ઈભ્ય પુત્ર સલ્ફળમાં ઉત્પન્ન થયેલ હોવાથી અને ચોરી કરનાર વિપ્ર શ્રીજિનેશ્વરનાં દર્શનથી રાજકુળને પામ્યા છે. તેઓનું અવશિષ્ટર પાપ રહેલું હતું, તેથી હે રાજા! તું રાજયથી ભ્રષ્ટ થયેલો છે; માટે હવે તું મરણને વિચાર કર નહીં. અહીંથી પાછો વળી સુરાષ્ટ્ર દેશમાં આવેલા શત્રુજ્ય ગિરિના તટ ઉપર સર્વ દેશને નાશ કરનારી શત્રુંજ્યા નદી છે, તેને ભજ. તેના તીર ઉપર જે વૃક્ષો છે, તેમના ફળનું આસ્વાદન કર, તેના જબમાં સાન કરે અને તે ગિરિરાજને સ્પર્શ કર. તે નદીના તીર ઉપર પૂર્વ સૂર્યદેવે નિર્માણ કરેલું સર્વ પાપહારી જિનમંદિર છે. તે મંદિરમાં રહેલા જિનેશ્વરની મન, વચન અને કાયાની શુદ્ધિવડે વિધિપૂર્વક પાપની શાંતિને માટે પૂજા કર. અને સદા સર્વ જંતુઓની રક્ષા કર. આ નીલ શત્રુંજયામાં, મહાનલ એદ્રી નદીમાં કાલ નાગૈદ્રી નદીમાં અને મહાકાલ તાલધ્વજીમાં સ્નાન કરીને એ સર્વ વિધિ કરે એવી રીતે વિધિપૂર્વક કરવાથી એક, ત્રણ, ચાર અને છ માસે અનુક્રમે તેઓ નિરોગી થઈ સુખ પ્રાપ્ત કરશે. પૂર્વકૃત કુકર્મથી મુક્ત થઈ, દેવતા જેવું શરીર પામી, પ્રથમ સ્વરાજયના ભક્તા થઈ અંતે સ્વર્ગ રાજ્યના પણ ભક્તા થશે.”
આ પ્રમાણે ધરણંદ્રનાં વચન સાંભળી હર્ષ પામેલા રાજાએ સ્ત્રી અને પુત્રો ૧ ઘરેણાં. ૨ બાકી રહેલું, થોડું.
For Private and Personal Use Only