________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
સર્ગ ૫ મે. ]
શાંતનુ રાજાના પુત્રોનું ચરિત્ર. ધર્મરૂપ વૃક્ષમાં અગ્નિરૂપ, કીર્તિરૂપ ઉજવળ મહેલમાં મીના છાંટા જેવી અને સર્વ જને નિંદેલી મૃગયાની તે વાર્તા પણ સાંભળવી નહીં. પાપદ્ધિ એટલે મૃગયા કરવામાં પંડિત એવા જે પુરૂષે જંતુઓની હિંસા કરે છે તે દુઃખ, દારિદ્રય, દુષ્ટ પીડા, અને દુર્ગતિના કુલાશ્રયરૂપ થાય છે.
“આવાં સાત વ્યસનરૂપ મહાદોષના એક રથનરૂપ તે ચારે પુત્રો અનુક્રમે કુષ્ટરોગી થયા. કદ્રુપા, કૂર બુદ્ધિવાળા, અને કુસંગમાં તત્પર એવા તેઓ વક્ર થયેલા ક્રૂર ગ્રહોની જેમ રાજાને વીંટાઈ વલ્યા, દેશેદેશ અને વનેવન ભમતે તે રાજા નઠારા ગ્રહ જેવા તે કુપુત્રોથી કોઈ પણ સ્થાનકે સુખ પામ્યું નહીં, નિત્ય અતિ ભજન કરનારા છતાં પણ રોગગ્રસ્ત થયેલા તે પુત્રોએ રાજાના ચિત્તમાં આ પ્રમાણે ચિતા ઉત્પન્ન કરી. “દારિદ્રયથી પીડિત, શત્રુઓથી ઉપદ્રવિત અને પૂરને આધારે જીવનારા પુરૂષો જે જીવિતની આશા કરે છે તે કેવળ લેશને માટે છે. માટે હું આ મારી સ્ત્રીને અને પુત્રોને કઈ રીતે છેતરીને થોડા કાળમાં મારા આયુ. ધ્યનો અંત લાવું.” આ પ્રમાણે વિચારી તે એક મોટા પર્વત ઉપર ચડ્યો. ત્યાં તેની પાસેની ભૂમિમાં એક મોટું જિનાલય તેના જોવામાં આવ્યું. જાણે પ્રાણને પ્રયાણ કરાવવાના પ્રરથાનમાં કાંઈ ભાતું ઈચ્છતો હોય તેમ કુટુંબ સાથે તે સંપ્રતિ જિનના ચૈત્યમાં ગયે. ત્યાં અભુત આકૃતિવાળો અને સર્વ તેજને સાર હોય તેવા એક ઉત્તમ પુરૂષને પ્રભુના ચરણમાં નમરકાર કરતો તેણે જોયે. તેનું દર્શન થતાં રાજાના હૃદયમાં વિશેષ શુભ વાસના પ્રગટ થઈ. પછી જાણે શ્રીનિંદ્ર સાથે પિતાના આત્માનું ઐક્ય કરતો હોય તેમ તેણે પ્રભુને પ્રણામ કર્યો. “શુદ્ધ મનથી કદિ અ૫ માત્ર પણ જિનભક્તિ કરી હોય તો તે પરલોકની જેમ આ લેકમાં પણ ઉત્તમ સુખને આપે છે. આ પરમ વાક્યને અનુસારે રાજાએ કરેલા ભગવેતને નમસ્કારમાત્રથી તુષ્ટમાન થયેલા ધરણેન્દ્ર “હું ધરëદ્ર છું અને તારી જિનભક્તિથી સંતુષ્ટ થયે છું માટે હે ભદ્રાકૃતિવાળા! ઈચ્છિત વર માગ.” આ પ્રમાણે રાજાને કહ્યું. તેનાં આવાં વચનથી પ્રસન્ન થયેલા રાજાએ નાગપતિને નમસ્કાર કર્યો, અને કહ્યું “હે પુણ્યાત્મા! તમારું દર્શન જ મને સંપત્તિનું દર્શન થયેલું છે. હું વરદાન પછી માગીશ. પણ હમણાં તો જેમ જેમ મારે પુત્રો થતા ગયા તેમ તેમ અનુક્રમે મારી સર્વ સંપત્તિને નાશ થતો ગયે તેનું શું કારણ તે કહો.
જ્ઞાનવડે તેના પૂર્વ ભવને જાણી ધરણંદ્ર બોલ્યા “પૂર્વ ભવમાં આ તારો મે. ૧ ક્રૂર ગ્રહો-વક્ર થઈ રાજા એટલે ચંદ્રને એક રાશિમાં વીંટાઈ વળે છે તેમ અહીં પણ સમજવું. ૨ દેશાંતર ગમન.
૨૫
For Private and Personal Use Only