________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો,
“ પછી આ રાજાદની વૃક્ષ અને તે પછી આ વત્ત્તમાન જિન છે. દુધમ કાળમાં સ“મુદ્રમાં વડવાનળની જેમ આ તીર્થના પ્રભાવ આધક અધિક વધે છે, તેથી આતીર્થ મેટું છે. આ તીર્થમાં શ્રીઅદ્વૈત પ્રભુની પુષ્પ અને અક્ષતાદિકથી પૂજા, અને સ્તુતિ કરી હેાય, તે તે પ્રાણીનાં સર્વ ભવનાં કરેલાં પાપને ટાળી નાખે છે. બીજા તીર્થમાં કરેલી જિનાચી કરતાં અહીં કરેલી જિનની અર્ચા અનંતગુણી થાય છે. અહીં એક પુષ્પમાત્રથી પણ જિનપૂજન કર્યું ઢાય તે તેથી સ્વર્ગ અને મેક્ષ “દુર્લભ થતાં નથી. જે પુરૂષ આ તીર્થમાં જિનેશ્વરની અષ્ટ પ્રકારી પૂજા કરે, તે “આ લેાકમાં નવનિધાનને પ્રાપ્ત કરી છેવટે અદ્ભુત જેવા થાયછે. અદ્વૈતની પૂજા,ગુરૂની “ભક્તિ, શ્રી શત્રુંજયની સેવા અને ચતુર્વિધ સંધના સમાગમ કરવાથી પુરૂષ સુકૃતી થાય છે. મન વચન કાયાથી આ તીર્થમાં જો ગુરૂની આરાધના થાય તેા તે તીર્થં“કરનું પદ આપેછે. જો સામાન્ય મુનિએની આરાધના કરી હાય તેપણ તેથી “ચક્રવર્તીની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જે પેાતાના દ્રવ્યથી ગુરૂની પૂજા ભક્તિ - રતા નથી, તેમના જન્મ અને સર્વ સંપત્તિ નિષ્ફળ છે. શ્રી તીર્થંકરાને પણ પૂર્વભવે બાધિબીજના હેતુ ગુરૂ છે, તેથી બુદ્ધિમાન્ પુરૂષને ગુરૂ વિશેષ પૂજ“નીય છે. આ ગિરિમાં ધર્મસંબંધી સર્વ ક્રિયા ગુરૂની સાથે કરવી, કારણ કે “ગુરૂવિના સર્વ ક્રિયા નિષ્ફલ થાયછે. તેથી અટ્ટણી થવાને ઇચ્છતા પુરૂષે ધર્મ“પ્રદાયક ગુરૂની આ તીર્થં વસ્ત્ર, અન્ન, પાન વિગેરેના દાનવડે વિશેષ પ્રકારે સેવા કરવી. આ ગિરિપર ગુરૂને વસ્ત્ર, અન્ન અને જળનું દાન આપવાથી અને ભક્તિ “કરવાથી આ લેાક અને પરલેાકમાં સર્વ સંપત્તિ પ્રાપ્ત થાયછે. શત્રુંજય ગિરિ “અને શ્રીજિનપ્રતિમા તે સ્થાવર તીર્થ કહેવાય છે અને ગુરૂ જંગમ તીર્થ છે, માટે તે અહીં અતિશય પૂજ્ય છે. અભયદાન, અનુકંપાદાન, પાત્રદાન, ઉચિતદાન, અને કીર્ત્તિદાન, તથા અન્નદાન, જ્ઞાનદાન, ઔષધદાન, અને જળદાન-એ સર્વદાન આ તીર્થમાં કરાય છે, એમ બુદ્ધિવાને સમજવું. જે “અહીં ટ્વીન, અને અનાથ વિગેરેને અવારિત ભેાજન આપે છે, તેને ધેર નિરંતર “અવારિત લક્ષ્મી નાચે છે. આ તીર્થમાં મેાટી બુદ્ધિવાળા પુરૂષે મહાસિદ્ધિનું નિ“દાન એવું દાન આપવું, કેમકે દાન આપ્યાવગર પ્રાણીઓ ભવસાગરને તરતા નથી. આ તીર્થમાં આવીને ગુણના પ્રકાશ કરનારૂં, સર્વે દુઃખને હરનારૂં અને મે“ક્ષસુખના સ્થાનરૂપ શીલ મન વચન કાયાની શુદ્ધિથી પાળવું. પેાતાની મેળે પે“તાના આત્માના ધાત કરનાર જે પુરૂષ અહીં શીલના ભંગ કરે છે, તેની કાઇ પણ “સ્થાનકે પછી શુદ્ધિ થતી નથી, અને તે ચંડાળથી પણ અધમ છે. અહીં કરેલા
For Private and Personal Use Only