________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૪ થો. ]
બાહુબલિની દિક્ષા, ભરતે કરેલી તેમની સ્તુતિ.
૧૫૭
બાહુબલિને આ પ્રમાણે રહેલા જોઇને અને પેાતાનાં અટિત કાર્યોને જોઇને ચક્રવર્તો જાણે પૃથ્વીમાં પેસી જવાને ઇચ્છતા હેાય તેમ નીચું મુખ કરીને રહ્યા. નેત્રમાં અશ્રુ લાવી પેાતાના લધુ બંધુને પ્રણામ કર્યાં, અને પછી પેાતાની નિંદા અને તેની પ્રશંસા કરતા બાલ્યા હૈ બાંધવ ! જે લાભ અને મત્સરથી ગ્રસ્ત થયેલા છે તેમાં મુખ્ય હું છું અને દયાળુ અને ધર્માં જનામાં મુખ્ય એવા તમે છે. હું ભ્રાતા ! તમે પ્રથમ યુદ્ધમાં મને જીતી લીધા અને પછી વ્રતરૂપી અસ્રવડે આ રાગાદિક શત્રુને જીતી લીધા, તેથી આ જગમાં તમારાથી અધિક કાઈ બલવાન નથી. હે બાંધવ ! મારા અપરાધને સહન કરી મારી સાથે બાલા; તમે મારી સામું પણ જોતા નથી, તેા શું પૂર્વની પેઠે દયાળુ નથી ! તમેજ પિતાના ખરેખરા પુત્ર છે કે જે પિતાને માર્ગે પ્રવો છે અને હું તે જાણુંછું તે છતાં પણ રાગદ્વેષથી કર્થના પામુંછું. માટે હે ભગવન્ ! મારાપર પ્રસન્ન થાઓ, અને મારૂં સર્વ પૃથ્વીનું રાજ્ય ગ્રહણ કરો. હું તમારૂં સંયમ સામ્રાજ્ય ગ્રહણ કરીશ. ’
આ પ્રમાણે બાહુબલિ પાસે ખાલકની જેમ વિલાપ કરતા ભરત ચક્રવર્તીને શુદ્ધબુદ્ધિવાળા મંત્રીઓએ નિર્મળ વાણીથી બેધ કરી સમજાવ્યા, એટલે ચક્રવર્તી બાહુબલિના પુત્ર સામયશાને આગળ કરી જિનમંદિરોથી અલંકૃત એવી તક્ષશીલા નગરીમાં જવા ચાલ્યા. માર્ગમાં એક ઉદ્યાનને વિષે વિચિત્ર મણિઆથી રચેલું અને સહસ્ર આરાવાળું ધર્મચક્ર એક પ્રસાદમાં સ્થાપન કરેલું દીઠું. તેને નમસ્કાર કરી સામયશા બેક્લ્યા પૂર્વે પાપનો નાશ કરનાર શ્રીઋષભ સ્વામી પૃથ્વીમાં છદ્મથપણે વિહાર કરતા રાત્રિએ અહીં સમેાસર્યા હતા. આ ખબર મારા પિતા બાહુબલિને થતાં તેમણે પ્રતિજ્ઞા કરી કે કાલે પ્રાતઃકાલે સર્વ રાજાએ અને પ્રજાવર્ગની સાથે મેટા ઉત્સવ સહિત જઇ હું પિતાને નમસ્કાર કરીશ.' પછી તેમણે આજ્ઞા કરીને માંચા, અટારીઆ,દુકાનેા, શેરીએ અને ચાકને કપૂર ચંદનના જળથી છંટાવી, કસ્તુરીના મંડલવડે અંકિત કરાવ્યા તેમજ પુષ્પમાળા વસ્રમાળા અને રલમાળાવડે અલંકૃત કરાવ્યા. આ પ્રમાણે કરાવી પ્રાતઃકાલે પવિત્ર અંગવાળા થઇને મારા પિતા સર્વ સમૃદ્ધિ સાથે પ્રજાલાક અને પરિવાર સહિત અહીં આવ્યા. અહીં આવીને જીએઅે તા જેવું સૂર્યવગરનું આકાશ, પુત્રરહિત મૂળ, અને જીવવગરનું શરીર હોય તેવું આ ઉદ્યાન પિતાવગરનું જોયું; તેથી મનમાં દુઃખરૂપ ખિલાવડે પીડિત એવા મારા પિતા આજુબાજુના વૃક્ષોને પણ રાવરાવતા ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. “અરે ! વિલંબ કરનારા અને ધર્મને ધાત કરનારા એવા મને ધિક્કાર
For Private and Personal Use Only