________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ છે.] દેવતાઓએ તંદ્વ યુદ્ધની કરેલી સૂચના. ન્યાયપૂર્વક શિક્ષા કરે. તમે જનવર્ગના અગ્ર હોવાથી તમે કહે તે માટે પ્રમાણ છે.– ભરતનાં આવાં વચન સાંભળી તેઓ બોલ્યા–“હે મહીપતિ ! ચક્રને પ્રવેશ થાય નહીં તો તમે વારવા એગ્ય નથી. પણ જે બાહુબલિ રણ કરવાને કહે, તો તમારે બંનેને યુદ્ધ કરવું, કે જેથી જગતને ક્ષય ન થાય. તેમાં દૃષ્ટિયુક્ર, વાચુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એ ચાર યુદ્ધથી તમારે યુદ્ધ કરવું, જેથી તમારું માન સચવાય અને પ્રાણીઓની હિંસા ન થાય.” આ પ્રમાણે દેવતાઓએ કહ્યું, તે પ્રમાણે કરવાને ભરતે કબુલ કર્યું.
પછી દેવતાઓ બાહુબલિના સૈન્યમાં આવ્યા. ત્યાં મૂર્તિથી પણ ઉગ્ર એવા બાહુબલિને જોયા. શ્રી યુગાઢિ પ્રભુના પુત્ર બાહુબલિ જય પામે અને આનંદમાં રહો.” આવી આશિષ આપી દેવતાઓ બેલ્યા–“મહારાજ બાહુબલિ ! ભુજાની ખરજ મટાડવાને મિષે જગતને સંહાર થવાનું કારણ આ શું તમે આવ્યું છે ? તમે યશના અર્થી અને વડિલના ભક્ત છે, તે છતાં આ વડિલ બંધુની સાથે યુદ્ધનો સમારંભ કેમ કર્યો છે ? માટે હે ભૂપતિ ! ચાલે, અને ભરત જેવા વડિલ બંધુને પ્રણામ કરો. ગુરૂજનની સેવાથી તમને ઉલટું વિશેષ માન મળશે; અને તેમ કરીને પાર્જિત ધનની પેઠે છ ખંડ ભારતને ભેગે, તેથી સર્વથા તમે પ્રશંસા પામશે. બાકી બીજી રીતનું અભિમાન તે અજ્ઞજનને આશ્રયીને જ રહેલું છે.” આમ કહી દેવતાઓ વિરામ પામ્યા, એટલે બાહુબલિ બેલ્યા “હે દેવતાઓ! તમે પિતાશ્રીના અતિ ભક્ત હોવાથી સરલ હૃદયવાળા છે. પણ પૂર્વ પિતાશ્રીએ અથઓને સંપદા આપી તેમ અમને અને ભરતને રાજયસંપત્તિ વહેંચી આપેલી છે. અમે પિતાની આજ્ઞાથી તેટલાજ રાજયવડે સંતુષ્ટ થઈ રહેલા છીએ અને અસંતોષી ભરતે તે સર્વ ભરતખંડને પિતાને તાબે કરી લીધેલું છે, તે છતાં અપૂર્ણ આશાવાળા તેણે ભાઈઓનાં રાજય પણ લઈ લીધાં છે અને પોતાની ગુરૂતા બતાવી દીધી છે. તથાપિ મિથ્યાત્વથી મૂઢ મનવાળે જેમ અતત્વમાં તત્વબુદ્ધિ રાખે તેમ એ ભરત હવે વૃથા પિતાની જેવી ગુરૂતા ધરાવે છે. છેવટે તે મારા રાજ્યને પણ અત્યારે અન્યબુદ્ધિથી હરવા ઈચ્છે છે, પણ તે જાણતો નથી કે બાહુબલિ તેનું સર્વસ્વ હરી લેશે. તેથી એ અગુરૂ બંધુને હું ગુરૂબુદ્ધિથી વૃથા કેમ નમું ? બાકી આ પૃથ્વીને ક્ષાત્રપણે ગ્રહણ કરે તો ભલે કરે. હે દેવતાઓ ! જે યુદ્ધ કરે નહીં, તેની સામે કોઈ યુદ્ધ કરતું નથી, તેથી મારી ઉપેક્ષાથી જેમ આવ્યો તેમ ક્ષેમકુશળ ભલે તે ચાલ્યા જાય. એનું આપેલું ભરતક્ષેત્ર હું ભગવીશ, એ તમે ક્યાંથી સાંભળ્યું ? જેને પિતાના આપેલાથી તૃપ્તિ થઈ નહીં, તેને બીજા સાથી
For Private and Personal Use Only