________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લે. ળથી ચક્રવર્તાની સેનાને શત્રુઓની શસ્ત્ર પીડાથી દૂર કરીને જાણે તાજી હોય તેમ બનાવી દીધી. ચંદ્ર પાસેથી પ્રાપ્ત કરેલી દિવ્ય વિદ્યાના વેગથી ચંદ્રયશાએ બાહુબલિની સેનાને પણ શલ્યરહિત કરી.
ત્રીજે દિવસે પ્રાતઃકાળ થતાં પોતાની ધ્વજાઓથી આકાશને ખેડતા અને અંતરમાં મત્સર રાખતા બંને સૈન્યના વીરે સર્વ પ્રકારનાં અસ્ત્રો સાથે લઈ રણભૂમિમાં આવ્યા. પછી પર્વતની જેવા મરતવાળો અને સર્વ વિદ્યાધરને અગ્રેસર રારિ નામે મહાવીર બાહુબલિના ચરણમાં નમી, તેમની આજ્ઞા મેળવી, પિતાના હાથમાં એક લાખ ભારની લેઢાની ગદા ઉછાળો વંટેળીઆની જેમ વેગવડે ગર્જના કરતો દેડ્યો. હાથમાં ગદા ધરનારે, યમરાજના જે ભયંકર, તાડવૃક્ષના જે ઊંચે, પીળા નેત્રને પ્રજવલિત કરતો, ઉગતા સૂર્યની જેવા મુખવાળ, વૃક્ષની શાખા જેવી ભુજાવાળ, અંગે કપિલવણે, શિલાતળના જેવી વિસ્તીર્ણ અને દૃઢ છાતીવાળા, અનેક વિદ્યાધરેથી વીંટાએલ, દારૂણથી દારૂણ અને ભયંકરથી ભયંકર એવા તે વિદ્યાધરને જોઈ સર્વ સૈનિકે કંપી ગયા. તે પિતાની ગદાના ઘાથી હાથીઓને કાંકરાની જેમ, ઘોડાઓને પતંગીઆની જેમ, રથને પક્ષીના માળાની જેમ અને પાયલને શુદ્રકીડાની જેમ મારવા લાગે. મેઘના જેવી ગર્જના કરતો એ વિદ્યાધર પ્રલયકાળના અગ્નિની જેમ ચક્રવર્તાના સૈન્યને દુપ્રેક્ષ્ય થઈ પડ્યો. આ પ્રમાણે પરાક્રમ બતાવતા તે વિદ્યાધરને જોઈ માહેંદ્રચૂડ નામે વિઘાધર ચક્રવર્તીને નમી, હાથમાં દારૂણ મુદ્ગરને ભમાવતો ભમાવત ક્રોધથી તેની સામે દેડયે અને તે વજની જેવા દૃઢ મુશરવડે મોટા પર્વત જેવા રતારિને પણ પૃથ્વી પર પાડી દીધે. દીર્ધ શરીરવાળા રતારિના પડવાથી જાણે ભય પામ્ય હોય તેમ સૂર્યપણ પશ્ચિમ સમુદ્રમાં જઈને વેગથી પડ્યો.
રાત્રિ પડતાં બાહુબલિનું સૈન્ય કમળની પેઠે કરમાઈ ગયું, પરંતુ પુનઃ પ્રભાતકાલે ક્ષણવારમાં પાછું વિકવર થયું. રતારિને હણાયેલે સાંભળી ક્રોધવડે
વલતો અમિતકેતુ વિદ્યાધર હાથમાં ધનુષ્ય અને ફરી લઈને બાહુબલિની સેનામાંથી નીકળે. શત્રઓના સમૂહમાં બાણની ધારાથી દુર્દન કરતા અને બે ભાગ પાડી દેતા એ વિરે મેઘની વૃષ્ટિથી કમળની જેમ તેમનાં મુખકમળ નમાવી દીધાં. તેને જોઈને મહાવીર સૂર્યયશા ક્ષીરસાગરની જેમ ગાજતે, પ્રલયકાળના સૂર્યની જેમ અદ્દભુત તેજથી તપતો, અને શત્રુઓના સમૂહને ચંદ્રની જેમ દોષાકર અને
૧ દોષોની ખાણ-સમૂહ.
For Private and Personal Use Only