________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ જ છે.] બાહુબલિની લડાઈમાટે તૈયારી.
૧૩૫ લાભરૂપ આશીષ આપીને અન્યત્ર ચાલ્યા ગયા. પછી ભરતે સુંદર વૃક્ષોની ઘટાવડે રમણીય એવા પ્રદેશમાંજ સૈન્યને પડાવ કરાવ્યો.
અહીં બહલી દેશના અધિપતિ બાહુબલિએ ભરતને આવેલા સાંભળી પિતાના સિંહનાદ સાથે ભંભાનો નાદ કરાવ્યું. તે નાદ સાંભળીને સૈન્યસહિત ભરતને “હું જિતીશ, હું નિતીશ” એમ પરસ્પર સ્પર્ધા કરતા વીર પુરૂષ વેગથી એકઠા થયા. પિતાનું અંતર્ગત તેજ ઊંચે પ્રકારે બતાવતા તે વિરે શસ્ત્રોને ઉછાળવાથી આકાશને દાંતવાળું કરતા પ્રકાશવા લાગ્યા. બાહુબલિના પક્ષના સર્વ સુભટો તે કઠોર રણુસમયને જાણે ઉત્સવ આવ્યો હોય તેમ ઉત્સાહથી માનવા લાગ્યા. ઉદાર શંગારવાળા અને જાણે મૂર્તિમાન વીરરસ હોય, તેવા ચતુરંગ સૈન્ય સહિત ત્રણ લાખ પુત્રોથી વીંટાએલા, ભંભાના વિનિથી દિશાઓને શબ્દાયમાન કરતા, અને છત્ર તથા ચામરથી વિભૂષિત બાહુબલિ રાજા, શુભ દિવસે મંગળ કરી પોતાને ભદ્ર કરનારા એવા ભદ્રકરણ નામના ઉત્તમ હસ્તી ઉપર આરૂઢ થયા. મોટા અને શોભીતા પરિવાર સાથે ત્યાંથી ચાલી બાહુબલિએ સ્વદેશના પર્યત ભાગે છાવણ નાખી. પ્રાતઃકાલે બાહુબલિએ સર્વ રાજાઓની સંમતિથી પિતાના સિહરથ નામના પુત્રને સેનાપતિ કર્યો, અને પોતે તેના મસ્તક પર રણપષ્ટ બળે; જેથી તે વૃદ્ધિ પામેલા તેજવડે દેવતાની જેવો શોભવા લાગે.
મહારાજા ભરતે પણ સર્વ રાજાઓની સંમતિથી પોતાના સૈન્યમાં શત્રુની સેનાને મર્દન કરનાર સુષેણને સેનાપતિ કર્યો. પછી સૈન્યમાં માણસ ફેરવીને સર્વ રાજાઓને અને સૂર્યશા વિગેરે સવાકોટી પુત્રીને પિતાની પાસે લાવ્યા. પછી એક એકનું નામ લઈ, બહુમાનપૂર્વક બેલાવી, વૈમાનિક દેવને ઇંદ્ર શિખામણ આપે તેમ તેમને શિક્ષા આપવા માંડી. “હે વીર પુરૂષ ! તમે દિગ્વિજયમાં સર્વ રાજાઓ, વિદ્યાધરે, દૈત્ય અને દુર્દમ કિરાતોને જીતી લીધા છે, પણ તેમાં “આ બાહુબલિના એક સામંત જે પણ કઈ બલવાન્ હતો નહીં. આ બાહુબલિની પાસે રણકર્મમાં કઠેર ઘણા વરે છે. જેમ બીજાઓની સેનામાં
પરાક્રમથી મંડિત એકજ પુરૂષ હોય છે, તેમ આ બાહુબલિની સેનામાં સર્વે વીરે “શત્રુઓના મંડલને ભેદનારા છે. તેને સમયશા નામે પૂર્ણ પરાક્રમી એક જ પુત્ર છે, તે એક લાખ હાથી તથા ત્રણ લાખ રથ અને ઘડાની સાથે એકલો યુદ્ધ કરે તેવો છે. તેને કનિષ્ઠબંધુ સિંહરથ બલવાન, મહારથી અને દિવ્ય શસ્ત્રથી ભુજાને પવિત્ર કરનાર છે. તેનાથી નાનો સિહકર્ણ, ક્ષોભ પામેલા સમુદ્ર જેવા ૧ દુઃખે, મુશ્કેલીએ જીતી શકાય તેવા.
For Private and Personal Use Only