________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૪ થો.] ભરત રાજાને થયેલું મુનિદર્શન.
૧૩૩ કાંઠે વૃક્ષોની શાખાઓથી સૂર્યને ઢાંકી દેનારું એક મોટું વન છે અને તે વનમાં સુવર્ણ તથા મણિરતમય અને હૃદયને હરે તે પૂજય પિતાશ્રીને એક સુંદર પ્રાસાદ છે. તે પ્રાસાદમાં ઉત્તમ બુદ્ધિવાળા કોઈ વિકલ્ફળમંડન મુનિરાજ હૃદયમાં ધ્યાન ધરતા રહેલા છે. આવાં તે સેવકોનાં વચન સાંભળી, સુકૃતમાં પ્રથમ આદર કરનાર ભરતરાજા આદિ પ્રભુને વંદન કરવા માટે તરતજ તે વનમાં ગયા; અને વિધિ પ્રમાણે જિનેશ્વરને નમી તથા ભક્તિથી પ્રભુનું પૂજન કરી રસમય વેદિકા ઉપર બેઠા. ત્યાં બેસીને આમતેમ જોતાં મુનિને દીઠા એટલે તેમને પ્રણામ કરી નમક્તિસહિત સ્પષ્ટ રીતે ચદી બોલ્યા- “હે મુનિ ! તમે વિદ્યાધર હતા અને મારી સાથે યુદ્ધ કરવાને માટે ઉત્સુક થઈને નમિ વિનમિની સાથે આવ્યા હતા તે મને સાંભરે છે; છતાં હમણાં સર્વ પ્રાણી ઉપર તમારી આવી કરૂણાવાળી વૃત્તિ થઈ છે તો તેવા વૈરાગ્યનું કારણ શું છે? તે કૃપા કરીને કહો.” તે વખતે પિતાના વૈરાગ્યને હેતુ જાણવાની ઈચ્છાવાળા રાજાને મુનિએ કહ્યું કે
જયારે હું તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો હતો, તે વખતે નમિ, વિનમિ અને હું તમારાથી જીતાયા હતા. તેથી વૈરાગ્ય પામીને તરતજ પુત્રને રાજય આપી પ્રભુની પાસે જઈ અમે વ્રતસામ્રાજય ગ્રહણ કર્યું છે. ત્યારથી આજ દિન સુધી શ્રીયુગાદિ પ્રભુની હું નિત્ય સેવા કરું છું.” “બે લેકમાં સામ્રાજય આપનાર એ પ્રભુને કોણ ન સેવે?' ચક્રવર્તીએ પૂછ્યું. “હમણાં પૂજયપિતા ક્યાં છે?” મુનિએ કહ્યું કે “તે સંબંધમાં એક કૌતુક બન્યું છે તે સાંભળે. અનેક દેવતાઓએ સેવેલા શ્રીયુગાદિ પ્રભુ હાલ શ્રીપ્રભ ઉદ્યાનમાં રહેલા છે. ત્યાં હું પણ સાથે હતે. એક દિવસ અનંતનામના નાગકુમારદેવની સાથે ધરણંદ્ર ત્યાં આવ્યું. તેણે જગદગુરૂને નમીને પ્રશ્ન કર્યું કે, સર્વ દેવતામાં આ અનંતના દેહની કાંતિ અધિક કેમ છે? આ પ્રશ્ન સાંભળી પ્રભુ બોલ્યા–“આજથી ગયે ચોથે ભવે આ અનંત આભીર જાતિમાં ઉત્પન્ન થયે “હતો. તે ઉત્કૃષ્ટ પાપનું પોષણ કરવા માટે નિરંતર મુનિઓને દુઃખ આપતો હતો. “ત્યાંથી મૃત્યુ પામી નરકમાં વિવિધ વેદના ભેગવી, સુગ્રામ નામના ગામમાં કુષ્ટરોગથી પીડિત બ્રાહ્મણ છે. એક વખતે તેણે સુત્રત નામને મારા શિષ્ય મુનિને કુષ્ટ - વાનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે “પૂર્વભવે મુનિજનને પીડા કરવાથી તું “કુછી વેચે છે. ઉત્તમ પુરૂષોને મુનિજન આરાધના કરવા ગ્ય છે-કદિ પણ વિરાધવા યોગ્ય નથી. મુનિ તે ક્ષમાવાન્ હેવાથી ક્ષમા કરે, તથાપિ તે દુઃખ આપનારને પછવાડે પાપ લાગે છે. સન્માન કરેલા મુનિ સ્વર્ગાદિક ઉત્તમ ગતિ
૧ વચનમાં નમ્રતા હતી અને ઉચ્ચાર સાંભળી શકાય તેવો હતો. ૨ ભરવાડ.
For Private and Personal Use Only