________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
ખંડ ૧ લો. 3 ચારણમુનિએ કહેલું શત્રુંજયગિરિનું માહાસ્ય.
મહારાજા ચક્રવર્તી ત્યાંથી ચક્રને અનુસરીને ચાલતાં ગંગાનદીને કાંઠે આવ્યા. ત્યાં ગંગા નદીથી અતિ દૂર નહીં તેમ અતિ નજિક પણ નહીં તેવી રીતે છાવણી નાખી. રાજાની આજ્ઞાથી સેનાપતિ, સિંધુની પેઠે ગંગાને ઉતરી ગંગા ઉત્તર નિષ્ફટ સાધીને પાછો આવે. ચક્રવતીએ કરેલા અષ્ટમ તપથી ગંગાદેવી સિદ્ધ થઈ અને તેણે ચક્રવર્તીને બે સુવર્ણનાં સિંહાસન અને તે ઉપરાંત એક હજાર ને આઠ રત કુંભ, હાર, બાજુબંધ, મુગટ, ઉત્તમ શય્યા, દિવ્ય વસ્ત્ર અને પુષ્પ ભેટ કર્યા. પછી લાવણ્ય અને પવિત્ર સૌંદર્યથી કામદેવને પણ દાસ કરનારા એવા ચક્રવર્તીનું સ્વરૂપ જોઈને તેની સાથે ક્રિડા કરવાની ઈચ્છાથી એ ગંગા દેવી ચિત્તમાં ચિતવવા લાગી કે અહા! શું આ ઈંદ્ર છે ! શું ચંદ્ર છે! શું કુબેર છે! કે શું રવિ છે? પણ નહીં, દેવોનું આવું રૂપ ક્યાં છે? આતે શ્રીયુગાદિપ્રભુના પુત્ર અને જગતના સ્વામી ભરતરાજા છે. “રત્નાકર વિના રત બીજે થાય જ નહીં.” આ પ્રમાણે કામરસમાં વ્યગ્ર થઈ કટાક્ષ નાખતી ભરતની પાસે આવીને તે પ્રાર્થના કરવા લાગી. ભરતરાજાએ તેને સ્વીકાર કરીને તેને મંદિરમાં રાખી તેની સાથે વિવિધભેગ ભેગવતાં ચક્રવર્તીએ એક દિવસની પેઠે એક હજાર વર્ષ નિર્ગમન કર્યા. એકદા ઇંદ્ર જેમ દેવતાઓની સાથે સુધમસભાને અલંકૃત કરે તેમ ભરતરાજા સભા અલંકૃત કરીને બેઠા હતા તેવામાં મૂર્તિમાન જાણે સૂર્ય ચંદ્ર હોય તેવા સૌમ્ય કાંતિવાળા બે ચારણ મુનિ આકાશમાંથી ત્યાં ઉતર્યા. તેમને જોઈ ભરતરાજા ભક્તિવડે સંશ્રમયુક્ત ઊભા થયા અને જાણે સાક્ષાત્ વિવેક અને વિનય હોય તેવા તે બંને મુનિને પ્રમામ કર્યા. તેમાંથી એક મુનિને સિંહાસન પર બેસારી ભરત ચક્રી હાથ જોડી તેમની સામે બેઠા. શ્રીયુગાદિજિનના પુત્ર અને તેજ ભ સિદ્ધિને પામનારા એવા ભરતને જાણુને ગંભીરવાણીવડે તે મુનિ ધર્મ કહેવા લાગ્યા–“મૈત્રી વિગેરે ચાર ભાવનામાં તથા અષ્ટાંગયોગના અભ્યાસમાં પ્રીતિ, ધૈર્ય, પરિષહ તથા ઉપસર્ગોની સહિષ્ણુતા, સરલપણું, વિષય અને કષાય આરંભનો ત્યાગ, પ્રમાદરહિતપણું, પ્રસન્નતા, કેમળતા, અને સમતા–આટલા મુક્તિના માગે છે. આ પ્રમાણે દેશના દઈ રહ્યા પછી ભરતે પૂછયું કે “હે ભગવંત! પરોપકારમાં તત્પર એવા તમે ક્યાંથી આવો છો ? રાગ દ્વેષથી મુક્ત અને દેહમાં પણ મમતારહિત એવા તમે મને પવિત્ર કરવાને માટેજ આવ્યા છો એમ હું ધારું છું.” ભરતનાં આવાં વચન સાંભળી, તેમાંથી એક મુનિ બોલ્યા કે “હે રાજા ! અમે શ્રીયુગાદિ જિનને વંદન કરવાને ગયા હતા. ત્યાં તેમના
૧ સૂર્ય, સુરજ. ૨ સમુદ્ર, તે રતને ભંડાર કહેવાય છે. ૩ વિદ્યાના બળથી આકાશમાં વિહાર કરનારા મુનિએ.
For Private and Personal Use Only