________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.] નમિ વિનમિ સાથે યુદ્ધ.
૧૦૭ લતા ચક્રવત્તાં અનુક્રમે શુદ્ર હિમાલયના દક્ષિણ નિતંબ પાસે આવ્યા. તેના તટઉપર (તળેટીમાં) છાવણ નાખી ચક્રીએ અષ્ટમ તપ કર્યો. પછી રથમાં બેસી વેગે કરી શુદ્રહિમાદ્રિ સમીપે આવ્યા અને રથના અગ્રભાગવડે મોટી આપપૂર્વક તેને ત્રણવાર તાડન કર્યું, તેમજ પોતાના નામથી અંકિત એક બાણ તેની તરફ છોડયું. આકાશમાર્ગે ઉછળતું તે બાણ વેગથી તેર જન સુધી જઈને હિમવાન્ દેવની સભામાં તેને કોપ ઉત્પન્ન કરવા માટે પડ્યું. તેની ઉપર લખેલા અક્ષરે વાંચતાં જ કેપને છોડી, હાથમાં ભેટ લઈ, ત્યાં આવીને ભરતચક્રીને તેણે પ્રણામ કર્યો અને ચક્રવર્તીની આરાધના કરી, તેમનાથી સન્માન મેળવી શુદ્ર હિંમવાનું દેવ સ્વસ્થાને ગયે અને ભરતપણ પિતાના સૈન્યમાં આવ્યા. ત્યાંથી ગષભકૂટ પર્વતે જઈ ત્રણવાર રથના અગ્રભાગથી તેને તાડન કર્યું અને કાકિણું રતવડે ત્યાં અક્ષરે લખ્યા કે “આ અવસર્પિણના ત્રીજા આરાની પ્રતે શ્રીયુગાદીશ પ્રભુને પુત્ર હું ભરત લક્ષ્મીથી ઈંદ્ર જેવો ચક્રવર્તી થયેલ છું.” પછી ત્યાંથી છાવણી ઉઠાવી, જે માર્ગે આવ્યા હતા તેજ માર્ગ પાછા ભરતક્ષેત્રની મધ્યમાં રહેલા વૈતાઢયગિરિ સમીપે આવ્યા.
પૂર્વ રાજ્ય કરતા એવા પ્રભુએ કચ્છ અને મહાકચ્છના નમિ અને વિનમિ નામના બે પુત્રોને કોઈ કાર્ય માટે ક્યાંઈક મોકલેલા હતા. તેઓ તે કાર્ય સાધી પાછા આવ્યા, ત્યાં તે પ્રભુને સંયમરૂપ સામ્રાજ્યને ભજતા જોયા. “હવે પ્રભુ મમતારહિત થયેલા છે એવું નહીં જાણતા તે બંને વિરે “હે તાત! હે તાત !” એમ બોલતા પુત્રની પેઠે પ્રભુની પાસે રાજયભાગ માગવા લાગ્યા, અને અમે હવે ભારતરાજાની સેવા કરશું નહીં' એવી પ્રતિજ્ઞા કરીને તેઓ પ્રભુને બંને પડખે હાથમાં ખળું રાખીને નિત્ય સેવા કરવા લાગ્યા. એક દિવસ પાતાળલોકના સ્વામી ધરણંદ્ર ભગવંત પાસે આવ્યા, તેમણે તેની પરીક્ષા કરી, તો પૂજય પ્રભુઉપર અતિ ભક્તિવાળા તેઓ જણાયા. તેથી તેમની ભક્તિથી પ્રસન્ન થયેલા ધરણું તેમને સેળહજાર વિદ્યા આપી અને વૈતાઢય પર્વત ઉપર આવેલી દક્ષિણ અને ઉત્તર શ્રેણનાં રાજે આપ્યાં. તે દિવસથી તે બંને ભાઈઓ સૂર્ય ચંદ્રની જેમ ઉદ્યોત કરતાં, આનંદસહિત વૈતાયગિરિઉપર રાજ્ય કરતા હતા, ભરત રાજા રથમાં બેસી તે ગિરિના દક્ષિણ તટ પાસે આવ્યા, અને ત્યાંથી તેમની ઉપર પોતાના નામથી અંકિત બાણ નાખ્યું. તે બાણને જોઈને તે બંને મહેમણે વિચારવા લાગ્યા કે–“ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ ભરત પ્રથમ ચક્રવર્તી થયેલા છે તેથી પિતાના ભુજ પરાક્રમવડે ગાવિંત થઈ તેણે પિતાનું નામ પિતાની મેળે કાષભકૂટપર જઈને
For Private and Personal Use Only