________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ શત્રુંજય માહાભ્ય.
[ સર્ગ ૩ જો. અને ગજદ્રો લઈ આવીને તેણે ચક્રવર્તીને અર્પણ કર્યા. પછી કેટલાક દિવસ ત્યાં રહીને એકદા ચક્રવર્તીએ સેનાપતિને કહ્યું કે, “તમિશ્રાગુફાના દ્વાર ઉઘાડે.” તેમની આજ્ઞા થતાં તરતજ સૈન્યથી વીંટાએલે સુષેણ સેનાપતિ તે ગુફાના દ્વાર પાસે આવ્યો. ત્યાં અષ્ટમ તપ કરીને અષ્ટમને અંતે સ્નાન કરી, શુદ્ધવસ્ત્ર પહેરી, હાથમાં સુવર્ણનુ ધૂપિયું રાખીને તે ગુફાની પાસે આવ્યું. ગુફાનું દર્શન થતાં જ તેણે પ્રણામ કર્યો. પછી ત્યાં અઢાઈ ઉત્સવ કરી, અક્ષતવડે અષ્ટમંગળીક આળેખી, તેણે હાથમાં દંડર ગ્રહણ કર્યું. તે દંડરવડે ગુફદ્વારની ઉપર ઘા કરવાની ઈચ્છાથી, સાત આઠ પગલાં પાછા ઓસરી વેગથી દંડરલવડે ગુફાના કમાડ ઉપર ત્રણવાર ઘા કર્યા. દંડના ઘાથી ઉઘડતા એવા એ કમાડમાંથી “તડતડ” એવો શબ્દ થયે, તેથી જાણે ઘા વાગવાથી તે આક્રંદ કરતા હોય તેમ જણાવા લાગ્યા. પછી સેનાપતિએ આવીને ચક્રવર્તીને વિજ્ઞપ્તિ કરી એટલે ભરતેશ્વર ગજરત પર બેસી તમિશ્રા ગુફાની પાસે આવ્યા અને જેના સાંનિધ્યથી પ્રહાર સંબંધી પીડા, અંધકાર અને ભૂતાદિકના ઉપસર્ગ થતા નથી એવું ચાર આંગળનું મણિરતે ગ્રહણ કર્યું. તે રસ ગચંદ્રના કુંભથળ પર મૂકી મહારાજા ચતુરંગ સેના સહિત ચક્રની પછવાડે ગુફાદ્વારમાં પેઠા. પછી આઠ કણિકાવાળું, આઠ સુવર્ણના પ્રમાણવાળું અને બાર જન સુધીમાં અંધકારરૂપ શત્રુનો લય કરનારું કાકિણું રત ચીએ હાથમાં લીધું. યક્ષેના સમૂહથી આશ્રિત એવાં તે રતવડે અનુક્રમે બંને પડખે એક એક એજનને આંતરે મંડળને આળેખતા આળેખતા ભરતરાજા આગળ ચાલ્યા. તેના પ્રકાશથી સાવધાનપણે ચાલતાં જાણે આજ્ઞાની રેખા કરી હોય તેવી નિમ્રગ અને ઉગ્નિગા નામે બે ગંભીર નદીઓ પાસે આવી પહોંચ્યા. તેમાં જે નિમ્રગાનદી છે તેમાં શિલાની જેમ તુંબીકલ પણ ડુબી જાય છે અને ઉન્નિસગાનદી છે તેમાં શિલાપણ તુંબીલની પેઠે ઉપર તરે છે. તે બંને નદીઓ ઉપર વધ્વંકિરતે તત્કાળ પાજ બાંધી દીધી, એટલે તેની ઉપર થઈને ચક્રવર્તી સૈન્યસહિત આગળ ચાલ્યા. ત્યાંથી ઉત્તર તરફ ચાલતાં ગુહાના ઉત્તર દ્વાર પાસે આવી પહોંચ્યા. તે વખતે જાણે પ્રથમનું દ્વાર ઉઘાડવાથી તેને ભય થે હોય, તેમ તે દ્વારનાં કમાડ પિતાની મેગેજ ઉઘડી ગયાં. એ પચાશ જન વિરતારવાળી ગુફાનું ઉલ્લંઘન કરી ભરત રાજા ઉત્તરાર્ધ ભરતને વિજય કરવા માટે તેમાંથી બહાર નીકળી આગળ ચાલ્યા.
જ્યારે ચમરાજની જેમ ભરત ચક્રીએ ઉત્તર ભરતાક્રુ પર ચડાઈ કરી ત્યારે ત્યાંના નિવાસી મ્લેચ્છોમાં ઉત્પાત થવા લાગ્યા. કાલચક્ર, કાલદંષ્ટ, કરાળ, કાલદારૂણ, વડવામુખ અને સિંહ એ છ સર્વ લેછોના આધપતિઓ હતા. તે પ્રત્યે
૧ તુંબડું.
For Private and Personal Use Only