________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.
વરદામ અને પ્રભાસતીર્થના દેવતાઓ.
૯૯
ત્યારે ચક્રવર્તી આવ્યા છે, એવું જાણી બેટલું અને ખાણ લઈ તે ભરતચક્રીની સમીપે આન્યા. વરદામના આવા વિનયથી ભરતરાજા ખુશી થયા. “ ઘણું કરીને મહાન પુરૂષોના કાપ પ્રણિપાત' સુધીજ હેાય છે ' પછી તેને તે સ્થાનમાંજ સ્થાપિત કરી ચક્રપતિ જે માર્ગે ગયા હતા તેજ માર્ગે સિંહની જેમ માનથી પૂર્ણ થઇને પાછા વળ્યા, અને ચક્રનીપાસે આવી તપનું પારણું કર્યું; તેમજ પૂવેની પેઠે ત્યાં પણ ચક્રરત્નના અઠ્ઠાઈ ઉત્સવ કર્યો.
"
66
ફાતરાને પવન ઉડાડે તેમ શત્રુઓને ઉડાડતા અને સર્વજ્ઞની પેઠે સુર અસુરાએ પ્રણામ કરાયેલા ભરતરાજા, વરૂણદેવની જેમ જગને જીવન આપતા આપતા પશ્ચિમદિશાના સમુદ્રને તીરે આવી પહોંચ્યા. ત્યાં પૂર્વની પેઠે તપ આદરી, રથમાં બેસી ખાણ મૂક્યું, જે ખાણ પ્રભાસપતિની સભામાં પડયું. ખાણના અક્ષર વાંચી ક્રોધહિત થયેલા પ્રભાસપતિ ભેટ અને તે બાણ લઈ ભરતની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યો; ‘ હૈ પ્રભુ ! સ્વામીવગરના એવા મેં આજે પૂર્વપુણ્યથી સ્વામીને દીઠા છે તે હવે તમારા શાસનથી હું તમારા સામંત થઇને અહીં રહીશ. ' આ પ્રમાણે કહી ખાણુ, મુગટમણુ, ઉરમણ ( હાર ), કડાં અને કટીસૂત્ર તેણે ભરતપતિને ભેટ કર્યાં. તે વખતે પ્રભાસપતિના હાથમાં સુવર્ણકુંભમાં રાખેલું જળ જોઈને ભરતેશ્વરે પૂછ્યું કે ' અરે પ્રભાસપતિ! આ જીવની પેઠે શું ગેાપવી રાખેલું છે ? ’ પ્રભાસેશ્વરે નમ્રતાથી કહ્યું કે “ હે સ્વામી ! એનું વૃત્તાંત કહું છું તે સાંભળે. સૌરાષ્ટ્રદેશમાં શત્રુંજયનામે એક તીર્થ છે. તે અનંત મહિમાએ પૂર્ણ છે, અનંત સુકૃતનું સ્થાન છે અને વિવિધરત, ઔષધિ, કુંડ અને રસકૂપિકા વિગેરેથી સમૃદ્ધિવાળું છે. તેના દર્શનથી, શ્રવણથી, સ્પર્શથી અને કીત્તુંનથી પણ પાપના નાશ થાય છે. તે ક્ષણમાત્રમાં પ્રાણીઓને સ્વર્ગ અને મેક્ષનાં સુખ આપે છે. જે જે બીજા તીર્થરૂપ નગર, આરામ, નદી અને દેશની ભૂમિએ છે, તેમાં શત્રુંજયના જેવું ત્રણ લોકને પવિત્ર કરનારૂં કાઈ તીર્થ નથી. બીજા તીર્થોમાં સેંકડો યાત્રા કરવાથી જેટલું પુણ્ય થાયછે, તેટલું શત્રુંજય તીર્થમાં એકવાર યાત્રા કરવાથી થાય છે. તે શત્રુંજયના દક્ષિણપ્રદેશમાં ‘ શત્રુંજયા ’ નામે એક નદી છે. તે પ્રભાવિકજળે પૂર્ણ અને અર્હત ચૈત્યોથી મંડિત છે. તે શત્રુંજયા નહી એ મહાતીર્થની સંગતિમાં રહેલી હાવાથી વિશેષ પવિત્ર છેઅને ગંગા સિંધુ નદીના દીવ્યજળથી પણ અબ્રિક ફલ આપનારી છે. તેમાં સ્રાન કરનારાનું સર્વ પાપ તે હણે છે. કમળપુષ્પનાં સમૂહથી એ ની પવિત્ર શત્રુંજય તીર્થની જાણે વેણી ઢાય તેવી જણાય છે.
૧ નમસ્કાર. ૨ પાડેાશ.
For Private and Personal Use Only