________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયાવૃત્તિની પ્રસ્તાવના.
અમારી સભા તરફથી બહુ મહેનતે શુદ્ધ કરીને ઉક્ત ગ્રંથ પાંચ વર્ષ અગાઉ છપાવવામાં આવ્યો હતો અને તેની ઘણુંખરી નકલે ખપી ગઈ હતી; બાકી રહેલી ઘેડી નકલોનો અગ્નિપ્રકોપમાં નાશ થવાથી અમે બહુ પ્રયાસ કરી આ ગ્રંથ ફરી છપાવ્યું છે. આ ગ્રંથ પ્રથમવૃત્તિ અનુસારે છે અને ભાષાદોષ વિગેરે સુધારવા તરફ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
અમારી સભા તરફથી જે જે ભાષાંતરો તથા મૂળ ગ્રંથો પ્રગટ થયા છે અને થાય છે તે સર્વેમાં શુદ્ધતા અને સ્વચ્છતા પર બહુ ધ્યાન આપવામાં આવે છે. આ અપૂર્વ ગ્રંથમાં જેમ બને તેમ ભૂલે ન થવા દેવા માટે અમે બનતે પ્રયાસ કર્યો છે. અમારા એ પ્રયાસમાં અમે કેટલે દરજજે ફત્તેહ પામ્યા છીએ તે વિદ્વાન વાચકવર્ગને વિચારપર છોડીએ છીએ.
મહાત્મા ધનેશ્વરસૂરિની આ ઉત્તમ કૃતિએ આખી જૈનમમાં એટલું ધ્યાન ખેંચ્યું છે કે તે ગ્રંથની બહુ નકલો ખપે છે અને સર્વ સામાન્ય માણસો તેને પુષ્કળ લાભ લઈ શકે તે સારૂ અમે બનતાં સુધી ઓછી કિંમત રાખી છે. સારામાં સારા પ્રેસમાં અને ઉંચા ટાઈપ અને કાગળથી છપાવવામાં બહુ ખરચ થાય છે તેના પ્રમાણમાં અમે બહુ અલ્પ કિંમત રાખી છે. - ધનેશ્વરસૂરિ મહારાજને ઇતિહાસ મેળવવા અમે ય કર્યો છે. પણ તે સંબંધી હજુ પુરતી હકીકત મળી શકી નથી. યેગ્ય સમયે અમે તે સંબંધમાં વિશેષ હકીકત બહાર પાડવા શક્તિમાન થશું એવી આશા રાખીએ છીએ. તીર્થાધિરાજના ગુણગ્રામ સ્તવન કરનાર આ મહાત્મા પુરૂષના સંબંધમાં થોડી હકીકત પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં દાખલ કરી છે. તેમની આ ઉત્તમ શક્તિ સર્વમાન્ય છે જ અને તેને સાર્વજનિક ઉપયોગ થાઓ એવી શુભ લાગણી બતાવી આ બીજી આવૃત્તિ વાચકવર્ગ સમક્ષ મૂકીએ છીએ.
ફાલ્ગન શુદિ ૫. વીર સંવત ૨૪૩૧.
. (
શ્રી જેનધર્મપ્રસારક સભા
ભાવનગર.
For Private and Personal Use Only