________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહા.
| [ સર્ગ ૩ જે. મટી ખાઈવાળો, સુવર્ણના કળશોથી રમણીય અને ચલાયમાન દવાઓના મિષથી જાણે નૃત્ય કરતો હોય, તે દેખાવા લાગે. તે મહેલમાં એક હજાર ને આઠ મણિમય જાળીઆં હતાં તે જાણે તેને યશ કહેવાને માટે તેટલાં મુખ હોય તેવાં દેખાતાં હતાં. સર્વે મહેલે કલ્પવૃક્ષથી વીંટાએલા, હાથી અને ઘોડાના સ્થાન સહિત, મોટા કિલ્લાવાળા, મોટા દ્વારવાળા અને પતાકાઓની માલાને ધારણ કરનારા હતા. આદિનાથ પ્રભુના મહેલની આગલ, ઇંદ્રની સુધર્મા સભા જેવી એક “સર્વપ્રભા' નામે મનહર રામય સભા રચવામાં આવી. એ સભાસ્થાનની ચારે દિશાઓમાં મણિમય તે રણની માલાઓ રચવામાં આવી હતી તે પંચવર્થી પ્રભાના અંકુરથી આકાશને વ્યાસ કરતી હતી. તે નગરીની મધ્યમાં એક હજાર ને આઠ મણિમય જિનબિંબથી વિભૂષિત, બે કેશ ઊંચો, મણિ રત અને સુવર્ણમય, વિવિધ જાતની ભૂમિકા અને ગોખવાળ, અને વિચિત્ર મણિમય વેદિકાવાળે એક સુંદર શ્રી જગદીશ્વરને પ્રાસાદ (દેરાસર) રચવામાં આવ્યું. સામંત અને મંડલિક રાજાઓને માટે વિશ્વકર્માએ નંદાવર્તાદિક આકૃતિવાળા બીજા કેટલાએક વિચિત્ર મહેલે બનાવ્યા. ઊંચી ધ્વજાઓના અગ્રભાગથી સૂર્યના ઘડાને ક્ષેભ કરે તેવા એક હજાર ને આઠ બીજા સામાન્ય જિનભુવને ઘણું સુશોભિત કરવામાં આવ્યા અને તે નગરીમાં રચેલા રાશી ચૌટાએમાં સુવર્ણના કળશવાળા અહંત ભગવંતના ચોરાશી પ્રાસાદ દરેક ચૌટાના મધ્ય ચેકમાં રચવામાં આવ્યા.
નગરીની અંદર ઉત્તર દિશામાં હિરણ્ય અને રમય, મેરૂ પર્વતની જેવા ઊંચા જણાતા, વજાપતાકાસહિત વ્યાપારી વર્ગ માટે મંદિરે કર્યો. દક્ષિણ દિશામાં ક્ષત્રીઓ માટે મહેલ તથા ત્યાંના નિવાસીનું એકત્ર થયેલ તેજ હોય તેવા શસ્ત્રાગાર રચવામાં આવ્યા. તે નગરીના ગઢની અંદર ચારે દિશામાં છુટા છુટા દેવતાઓના વિમાન જેવી શોભાવાલા, પરજનો માટે કેટી સંખ્ય ભુવને રચવામાં આવ્યાં. કિલ્લાની બહાર ચારે દિશામાં સામાન્ય કારીગરના ધનાદિકે પરિપૂર્ણ કોટીગમે ઘરે કરવામાં આવ્યાં. દક્ષિણ અને પશ્ચિમમાં એક માળથી માંડીને ત્રણ માળ સુધી ઊંચાં ત્રીખુણ દ્રાદિકનાં ઘરે કર્યા. આ પ્રમાણે એક અહેરાત્રિમાં વિનીતા નગરી વસાવીને કુબેરે તેમાં સુવર્ણ રત્ન, ધાન્ય, વસ્ત્ર અને આભૂષણની વૃષ્ટિ કરી. તે સિવાય અનેક સરોવરે, વાપિકાઓ, કુવાઓ, કીડાવાપિકાઓ અને દેવાલ તથા બાકીનું સર્વ કુબેરે તેજ અહોરાત્રીમાં તૈયાર કર્યું. સિદ્ધ
For Private and Personal Use Only