________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત.
ઉત્તમ ગણાતા સેવકો પોતાના સ્વામિઓને જે યોગ્ય લાગે અને પ્રિય થઈ પડે તેવું વચન કહે છે. ૧૩૦ માટે જ હું કહું છું કે, આ સભાસદે સર્વથા અસત્ય વચન કહે છે. કેમકે, સર્વ લોક, પિતે પૂર્વ જન્મમાં સંપાદન કરેલા કર્મનું ફળ ભોગવે છે. અરે ! દે પણું પૂર્વકમથી અધિક ફળ આપી શકતા નથી, તો પછી હાડમાંસનાં પુતળાં રૂપ મનુષ્યો તો કોણ માત્ર ? ૧૩-૧૩૨ આવા આશયથીજ શાસ્ત્રકારો કહે છે – धनिषु मुधा किमु धावसि तूष्णीमाध्वं न साध्विदं चरितम्॥ विधिलिखिताक्षरमाल फलति कपालं न भूपालः ॥१३३।। ' અરે એ પ્રાણી! તું ધનવાનો પાસે વ્યર્થ દેડાડી શામાટે કરે છે ? શાંત રહે. આવું આચરણ યોગ્ય નથી. યાદ રાખ કે, વિધાતાએ લખેલી અક્ષરમાળાવાળું તારૂં લલાટજ શુભાશુભ ફળદાતા છે; રાજ કે ધનવાન નહિ.૧૩૩ વળી હે તાત ! જે કદાચ તમારી કૃપાથીજ મનુષ્યો ધનવાન થતા હોય તો પછી આ નગરમાં કેટલાએક મનુષ્ય દરિદ્રી કેમ છે ?૧૩૪ અરે ! તે બીજા લોકોની વાત તો બાજુ પર રહી, પણ જે તમારા સેવકે છે તે બધા પણ સમાનર્સપત્તિવાળા જોવામાં આવતા નથી. ૧૩પ જેમકે આ તમારા સેવકોમાં કેટલાએક તમારા જેવાજ સંપત્તિવાળા જોવામાં આવે છે, ત્યારે બીજા કેટલાએક પિતાની ખાંધ ઉપર તમને ઉપાડે છે અને એઠું જાડું ખાય છે. વળી કેટલાએક તમારું દાસત્વ કરી રહ્યા છે. અને કેટલાએક શ્રેષ્ઠ અધિકારીઓ છે. આ રીતે હે પિતા! સર્વ મનુષ્ય પોતપોતાના કર્મના ફળને પામે છે. ૧૩ પણ જેઓનું તેવું ભાગ્ય નથી તેઓને તમે પોતે પણ કોઈ પ્રકારની સમૃદ્ધિ આપી શકતા નથી. આ વિષે એક દષ્ટાંત હું તમને કહું છું, તેને તમે
( ૧૮ )
For Private and Personal Use Only