________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧૦ વળથી રાજમહેલ તરફ ગયો. ત્યાં દ્વારપાલે તેને માર્ગ બતાવ્યો એટલે તેણે રાજાની પાસે જઈને પ્રથમ પ્રણામ કર્યા. અને પછી સર્વ ભેટયું રાજાને નિવેદન કર્યા. ૫૦ રાજા, તેણે અર્પણ કરેલાં ભેટર્ણથી પ્રસન્ન થયા અને સ્વાગત પ્રશ્ન પૂછી, સામે દષ્ટિપાત કરી શ્રેિષિને તેણે સંતો તથા વસ્ત્રાલંકારાદિકથી તેનું સન્માન કર્યું. ૧૧ પછી રાજાએ પૂછયું કે “હે શ્રેષ્ટિ ! તમે કયાંથી આવ્યા છે ? અહીં શા માટે આવ્યા છે ? ” આના ઉત્તરમાં શ્રેષિએ કહ્યું કે, “હે મહારાજા ! આપની કીર્તિ સમગ્ર જગતમાં સર્વત્ર વિચરી રહી છે, અને પ્રસન્ન થયેલી એક ભાટણની પેઠે આપના ગુણોની શ્રેષ્ઠતા સર્વ ઠેકાણે ગાઈ રહી છે. પર–૫૩ આજ કારણથી હે મહારાજ ! આપના ગુણેને લીધે જાણે આકર્ષાયા હોય તેમ સર્વ દેશમાંથી સમય મનુષ્ય પોતાની મેળેજ આપની સમીપમાં આવ્યા કરે છે. * હું પણ હે દેવ! એજ પ્રમાણે આપના ગણાથી આકર્ષાઈને શ્રેષ્ઠ ઊપકેશ નગરથી અહીં આવ્યો છું અને આપના ચરણમાં નિવાસ કરવા ઈચ્છું છું.”૫૫ શ્રેષ્ઠિનું એ વચન સાંભળી સાહસિક રાજા પણ, અન્ય
ન્ય મળતી દાંતની કાંતિ અને નેત્રના અવલોકનથી સભાને ઝળાહળ કરતો બોલી ઉઠયો કે, “ “આજે સુંદર શરીરવાળા આપપુરરત્નરૂપ-સમુદ્ર સાથે સમાગમ થયે તેથી આ નગર ખરેખર શોભી નીકળશે. પણ જેમ એક રાજહંસના સામીપ્યથી સરોવરની અપૂર્વે શોભા થાય તેમ, તમારા આવવાથી આ નગરની અપૂર્વ શોભા થઈ છે.પ૮ માટે હે શ્રેષ્ઠિ! તમે મારા આ નગરને શોભાવો, તમારી પાસેથી હું કોઈપણ જાતનો કર લઈશ નહિ; વળી તમારે અહીં આવવામાં બીજું જે કંઈ પ્રયજન હોય તેને પણ તમે સુખેથી કહે.” ૫૯ એ પ્રમાણે રાજાની કૃપાથી શ્રેષ્ઠી અત્યંત પ્રસન્ન થયો. તેણે ફરી આ પ્રમાણે કહ્યું “હે રાજા ! આવા પ્રકારના ગુણોથી તમે જગતના ચિત્તને વશ કર્યું છે, તે ખરેખર યોગ્ય જ છે
( ૧૦ )
For Private and Personal Use Only