________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને કુશળપ્રશ્ન પૂછતા સમાન આસને બેઠા. વિવિધ પ્રકારના ભેટશું વડે સમરસિહ મહીપાલદેવને સંતુષ્ટ કર્યો. અને તેણે પણ દ્વિગુણ ભેટ વડે સમરસિંહને ખુશી કર્યો. ત્યાર બાદ સમરસિંહની સાથે ચાલતા મહીપાલદેવે સંઘ સહિત દેશના પ્રવેશોત્સવ કર્યો.
મહીપાલદેવ તેજપાલપુરની પાસે સંઘનો વાસ કરાવી પિતાના આવાસે આવ્યો. હવે ઉજજયન્તગિરિના શિખર ઉપર વિરાજમાન નેમિનાથને નમવાને સકલ સંઘ સહિત દેશલ ગુઓની સાથે પર્વત ઉપર ચઢ. શત્રુંજય તીર્થની પેઠે ત્યાં પણ મહાધ્વજા, અવારિત સત્ર-ભોજનશાળા, પૂજા અને દાનાદિક સર્વ કૃત્ય કર્યો. પ્રદ્યુમ્ન અને શાબના ઉચ્ચ શિખરે જોયાં. જ્યાં નેમિનાથ ભગવાનના ત્રણું કલ્યાણક થયેલાં છે એવા વતગિરિના સર્વ પ્રાસાદમાં યાત્રા તથા મહાધ્વજા અને મહાપૂજાદિ કરી પુત્ર અને પૌત્રસહિત દેશલે અંબાની અર્ચા કરી. તે જ વખતે સમરસિહની સ્ત્રીએ પુત્રને જન્મ આપે. પુત્ર જન્મના સમાચાર જાણું દેશલે અંબાનું વિશેષતા અર્ચન કર્યું. ત્યાર બાદ ગજેન્દ્રપદ કુંડમાં દેશલે અને તેના પુત્રોએ સ્નાન કરી પાપને તિલાંજલિ આપી.
આ તીર્થમાં દશ દિવસ સુધી રહીને દેશલ ગિરિનારથી નીચે ઉતર્યો. તે વખતે દેવપત્તનનો (પ્રભાસપાટણન) રાજા મુગ્ધરાજ હતો તે સમરસિંહનું દર્શન કરવા ઉત્કંઠિત થયે. તેણે પોતાના પ્રધાનને વિજ્ઞપ્તિપત્ર લઈ સમરસિંહ પાસે મોકલ્યા. અને તેઓએ સમરસિંહની પાસે આવી વિજ્ઞપ્તિપત્ર તેના હાથમાં આપ્યો. સમરસિંહ મુગ્ધરાજનું આમંત્રણ આવેલું જાણું ત્યાં જવા ઉત્સુક થયો. હવે સમરસિંહ મહીપાલદેવની રજા માગવા માટે ભેટયું લઇ તેની પાસે ગયો અને ભેટ મૂકી તેની પાસે રજા માગી. મહીપાલદેવે પણું સંતુષ્ટ થઈને સમરસિંહને શીકરી અને એક ઉત્તમ ઘેડો આપ્યો.
૩૬
For Private and Personal Use Only