________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ પ માનીને જાણે પૂજતા હોય તેમ, પિતતાના સ્વજનોના કંઠમાં તેઓ પુષ્પમાળા પહેરાવવા લાગ્યા. ૨૫૯ તેમજ પિતે આણેલાં ભોજન, કે જેમાં મસાલાઓથી મઘમઘી રહેલા ઓસામણો તથા લાડુઓ મુખ્ય હતા, તેથી આંગતુને-અતિથિઓને જમાડવા લાગ્યા. ૨૬૦ સંક્ષેપમાં એટલું જ કહેવાય છે, તે વેળા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, કે શ૮-એમાંનો તેવો કોઈ પણ નગરવાસી ન હતો, કે જે દેસલના તથા સમરસિંહના ગુણથી આકર્ષાઈને આગ્રહપૂર્વક તેઓની સામે ન આવ્યો હોય. ૨૬૧ સંધપતિ દેશલ તથા સમરસિંહ તેઓ પ્રત્યેક મનુષ્યને તાંબૂલ તથા વસ્ત્ર વગેરે અર્પણ કરીને ઘણાજ માનપૂર્વક સન્માન કરવા લાગ્યા.૬ ૨
દેશલને પાટણમાં પ્રવેશોત્સવ પછી સંધપતિ દેશલે શુભ મુહૂર્ત નગરમાં પ્રવેશ કરવાની તૈયારી કરી એટલે સંધના સમગ્ર લેકે પણ શંગાર કરીને સંધપતિની પાછળ પાછળ ચાલતા થયા.૬૩ સમરસિંહ વગેરે સંધમાં દેવસમાન જણાતા પુરુષો ઘોડાઓ પર સ્વાર થયા, ત્યારે સંધાધિપતિ દેશલ અલપખાનની પાલખીમાં બેસી સુશોભિત થઇને પાટણ આવવા ચાલતો થયો.૬૪ તે સમયે સૌની આગળના ભાગમાં દેવાલય હતું, તેની બન્ને બાજુ શ્રીસિદ્ધસૂરિ વગેરે મુનીશ્વરે તથા બીજા શ્રાવકે ચાલતા હતા અને ચામરધારિણે સ્ત્રીઓ તેની ચોતરફ ચામર ધુણાવતી હતી.૬૫ નરઘાં, ભેરી તથા ઢોલ વગરે વાદિની ગર્જનાને લીધે દિશાઓના વિભાગે ગાજી રહ્યા હતા અને ઝાંઝ વગાડનારી ટોળીઓ, ભગવાનના ગુણાનુવાદ ગાઈ રહી હતી, ત્યારે પાટણમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી દેશલ ચા.૬૬ એ રીતે સંધપતિ દેશલને નગરમાં પ્રવેશ કરતા સાંભળી સર્વ મનુષ્યો, હર્ષપૂર્વક સર્વ ઘર ઉપર આવીને તથા બજારમાં આવીને તેને જોવા માટે એકત્ર થયા.૨૬૭ તેમજ
( ૨૨૮)
For Private and Personal Use Only