________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલડી મંગાવવી તુલ્ય છે અને મંત્રીએ પૂર્વે પુષ્કળ દ્રવ્ય ખર્ચાને તેને આણેલી છે. હાલમાં તે સમય નથી કે જેથી શ્રી શત્રુંજયના મંદિરમાં તેની પ્રતિમા કરાવી પ્રતિષ્ઠા કરી શકાય. કેમકે, કળિકાળ કૃતાંત જે દુષ્ટ છે અને તે રને દૂષક બને છે. માટે તે તો જેમ રાખવામાં આવી છે તેમજ ભલે રહી, (હમણાં તો) આરાસન (આરસપહાણુ)ની શિલામાંથીજ નવી પ્રતિમા તૈયાર કરાવ.”૧૭ સંધની એ આજ્ઞા સાંભળીને સમરસિંહ મસ્તક ઉપર હાથ જોડીને જાણે પોતાના ભાગ્યરૂપી ગૃહના દ્વારમાં તોરણ બાંધો હોય તેમ સંધ પ્રત્યે કહ્યું કે, “મારે સંઘની આજ્ઞા સર્વથા માન્ય છે. કેમકે જિનેશ્વરને પણ સંઘને આદેશ પ્રમાણ હોય છે, તે પછી મારા જેવાને પ્રમાણ હેય તેમાં શું આશ્ચર્ય છે”? ૧૯
બિબ માટે ફલહી મંગાવવી પછી સંધનો તે આદેશ પ્રાપ્ત કરીને તે પિતાને ઘેર ગયો અને દેશની આગળ તે સર્વ વૃત્તાંત તેણે જણાવ્યો.૨૦ દેશલે પણ સંઘની આજ્ઞા માન્ય કરી, જેથી સમરે આરાસન ખાણમાંથી જિનપ્રતિમા માટે શિલા લાવવા માટે પોતાની આજ્ઞા પાળનારા કેટલા એક પુરૂષોને રવાના કર્યા. ૨૧ એ પુરુષો સમરસિંહે લખી આપેલી આરાસન ખાણના સ્વામી ઉપરની યોગ્ય વિજ્ઞપ્તિ સાથે લઈને તેમજ પુષ્કળ ભેટે લેઈને હર્ષથી તે તરફ ચાલી નીકળ્યા. તેઓ, ઉત્સાહરૂપ રથમાં બેસી એ દેશના રાજાથી આશ્રિત ત્રિસંગમપુર નામના નગરમાં તત્કાળ જઈ પહોંચ્યા. ૨૩ ત્યાં મહીપાલદેવ નામે રાજા રાજ્ય કરતો હતો, તેણે જન્મથી આરંભીનેજ માંસ, મદિરા કે વિજયા (ભાંગ)નું ભક્ષણ કર્યું ન હતું, તેમજ પોતાના દેશમાં પણ તેણે પ્રજામાં તેને પ્રચાર અટકાવ્યો હતો. તે પોતાના જીવની પેઠે ત્રસ જીવને પણ કદી વધ કરતે ન હતો, અને તેના રાજ્યમાં છવ
(૧૯)
For Private and Personal Use Only