________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલપખાન પાસેથી તીર્થોદ્ધારનું ફરમાન મેળવ્યું
વાંછિત સિદ્ધ કર. ૨૯૫-૨૯૬ પછી બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન સાધુ સમરસિંહે તેને પ્રણામ કરીને હર્ષથી તસરીફા લઈ લીધી અને અત્યંત આનંદપૂર્વક તેને તથા મસ્તકના ટોપને પહેરી લીધાં. વળી પરવાનાને મસ્તક પર મૂકીને તેણે કહ્યું કે પ્રમાણપત્રરૂપી સિંહ મારી પાસે છે, તેથી મને દુષ્ટ લોકો તરફથી અને સમર્થ પુરુષોથી પણ ક્યાંય ભય નથી. ૨૭ ૨૯૯ મેં તમારી કૃપારૂપી અડગ વહાણ પ્રાપ્ત કર્યું છે, તેથી જલદી મારા કાર્યરૂપી સમુદ્રના પારને હું પહોંચી જઈશ.” ૩૦૦ ત્યાર પછી બીજે ઉચ્ચઃશ્રવા હેયની, તે એક ઘોડે મંગાવીને શ્રીમાન અલપખાને સાધુ સમરસિંહને અર્પણ કર્યો; ૩°૧ એટલે બહિરામે અલપખાનની આજ્ઞાથી સમરસિંહને તેને ઘેર લઈ જવા માટે ઘોડાપર ચઢાવી દીધો, અને પિતે પણ તેની સાથે જ ચાલ્યો.૩૦૨ તે વેળા વારિત્રો વાગવા લાગ્યાં, સ્તુતિપાઠકે સ્તુતિઓ ભણવા લાગ્યા, રાજમાર્ગમાં નગરના લેકે તથા રાજ્યના અધિકારીઓ
તરફ સમરસિંહની પ્રશંસા કરવા લાગ્યા, નગરની સ્ત્રીઓ ચંદન તથા અક્ષતથી તેને વધાવવા લાગી અને સંધના મુખ્ય પુરુષ મનમાં ઉત્કંઠિત થઈને તેની સામા આવ્યા. પછી પિતાની સ્ત્રીઓએ મંગલાચાર કર્યા એટલે સમરસિંહે પોતાના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો. ૩૦ ૩-૩૦૫ તેણે પિતાના બાંધવની પેઠે પિતાને ઘેર આવેલા પ્રધાન બહિરામને જાતજાતની ભેટ આપીને પ્રસન્ન કર્યો અને પછી તેને રજા આપી. ૨૦૬ પછી પોતે શ્રીસિદ્ધસૂરિને વંદન કરવાની ઇચ્છાથી નગરના લોકોની સાથે પૌષધશાળામાં ગયો. ૩૦૭ ત્યાં ગુરુ મહારાજના ચરણમાં વંદન કરી પ્રથમ આશીર્વચન મેળવ્યું અને પછી તીર્થને ઉદ્ધાર કરવા માટે જે પિતાને પરવાને મળ્યો હતો તે વાત ગુને નિવેદન કરી. ૩૦૮ ત્યારે ગુરુએ કહ્યું કે, તારું ભાગ્ય ખરેખર ઉત્તમ પ્રકારે જાગ્રત છે. કેમકે, દેના દેશી અલપખાને
(૧૬૫)
For Private and Personal Use Only