________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શa જય તીર્થના ઉદ્ધારે.
નહિ, ૨૦ ૨ પણ મારા ચિત્તમાં જે એક શય છે, તે મને મારા ઘાવ કરતાં પણ અત્યંત દુઃખી કરે છે, અરે ! તેજ હમણું મને સાલે છે. ૨૦૩ “તે શલ્ય શું છે?” એમ તેઓએ જ્યારે પૂછયું ત્યારે મંત્રી બોલ્યો-“મેં શ્રી શત્રુંજય ઉપરનું દેવળ બંધાવવાને મનમાં સંકલ્પ કર્યો હતો, તે મારો મનોરથ મારા આ મરણથી મારા મનમાં જ રહી ગયો, બસ આજ શલ્ય મારા હૃદયને સાલે છે.” ૨૦૧૪-૨૦૧૫ તે સાંભળી મંત્રીઓ બેલ્યા- “હે મંત્રિન આ બાબતમાં તમે શેક કરો મા. તમારો પુત્ર વાલ્મટ, તમને એ ઋણમાંથી મુકત કરવા સમર્થ છે. ૨૬ વળી નીતિશાસ્ત્રનું આ વચન છે કે, પુત્ર, પિતાનું ઋણ અદા કરેજ છે, માટે વાટ તમે પહેલા દેવળને અવશ્ય બંધાવશે. ૨૦૭ અમે તમારા પુત્ર વાલ્મટને પ્રેરણું કરીશું, જેથી સત્વર તે તમારા મનોરથને પૂર્ણ કરશે.” ૨૦૮ તે મંત્રીઓએ એ પ્રમાણે કહ્યું એટલે ઉદયન મંત્રી પ્રસન્ન થઈને બોલ્યો કે, બસ, ત્યારે તો આટલાથી જ હું કૃતાર્થ થયો છું. વળી તેણે કહ્યું કે, અવશ્ય, હવે મારૂ આયુષ્ય અતિ અલ્પ છે, માટે તમારે ઔષધ આદિ ઉપચારો કરાવવાની કાંઈ જરૂર નથી. હવે તો મારે ધર્મજ ઔષધરૂપ છે, માટે આ સંસારરૂપ સમુદ્રમાંથી પાર લઈ જવામાં એક ખલાસી સમાન કેઇ એક સાધુને સત્વર અહીં લાવો, એટલે તેની પાસેથી હું પરલોકનું ભાતું લઈ લઉં. ૧૯૨૧૧ મંત્રીએ પોતાની એ ઈચ્છા જણાવી એટલે તેઓએ આખી છાવણીમાં તપાસ કર્યો પણ તે કોઈ તપોધન-સાધુ તેઓના જોવામાં આવ્યો નહિ, તેથી તેઓએ કોઈ એક રઝળતા વંઠ માણસને મસ્તક મુંડાવી સાધુનો વેષ પહેરાવીને મંત્રી આગળ હાજર કર્યો. ૨૧ મંત્રીએ તેને સત્ય સાધુ માની ભાવનાપૂર્વક પ્રણામ કર્યા અને તેની આગળ અંતિમ-મરણ કાળની આરાધના કરી. ૨૩ પછી ચિત્તની એકાગ્ર
(૧૫૭).
For Private and Personal Use Only