________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થના ઉદ્ધાર આ કંઈ અલ્પકાળનું નથી.૪૨ વળી તે તે સમયે એને ઉદ્ધાર કરનારા પણ ઘણા થઈ ગયા છે, જેઓનાં નામ હાલમાં જાણી શકાતાં નથી. કેમકે તે તે ઉદ્ધાર કાળને ઘણો સમય વીતી ગયો છે. આજ અવસર્પિણીમાં પૂર્વે અતિમુકત આદિ આચાર્યોએ જે તીર્થમહિમા કહ્યો છે, તેને કંઈક ભાગ હમણું હું તને કહું છું. આ ભરતક્ષેત્રમાં પૂર્વે કેવળજ્ઞાનવડે સૂર્યસમાન અને સર્વતીર્થકરમાં પ્રથમ શ્રીનાભિનંદન જિનેશ્વર થયા.૫ તેમના ગણધરે ચોરાશી હતા. તેઓમાં ભારતરાજાના પુત્ર પુંડરીક ગણધર મુખ્ય હતા. એક સમયે જ્યારે પિતાનામાં કેવળજ્ઞાન પ્રકટતું ન હતું, ત્યારે તેમણે શેકરૂપ વિષથી મનમાં ખિન્ન થઈને પ્રભુને પ્રણામ કરી કહ્યું કે,૪૪૭ હે નાથ! જળથી ભરેલા સરોવર પાસે રહ્યા છતાં જેમ કેાઈ એક મનુષ્ય તૃષાતુર રહે, લવણું સમુદ્રના કિનારા ઉપર રહ્યા છતાં કે દુર્બળ મનુષ્ય મીઠા વિનાનું અન્નભોજન કરે અને રેહણાચળ પર્વતનું સેવન કરતો હોય છતાં કોઈ મનુષ્ય એક કાંકરે પણ ન મેળવી શકે તેમ, હું તમારો પૌત્ર છું, ભક્તિમાન શિષ્ય છું તથા સતત આપની પાસે જ રહું છું, છતાં હજી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. ( એ કેવું આશ્ચર્ય )૪૮-૫૦ એ સાંભળી ભગવાને કહ્યું –“હે મહાસત્વવાન પુંડરીક! તું ખેદ કર મા. તારામાં હજી પણ મહાદિ આંતર શત્રુઓ વસી રહ્યા છે. હું જ્યારે શત્રુંજય તીર્થમાં જઈશ, ત્યારે હે મહાસત્ત્વ! આત્યંતર શત્રુઓને જિતને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશ. પર પછી પુંડરીક, પ્રભુને નમસ્કાર કરી પોતાની સ્વાર્થસિદ્ધિની ઈચ્છાથી એકલાજ શત્રુંજય મહાતીર્થ તરફ ચાલી નીકળ્યા, કેમકે શત્રુઓને જિતવામાં કાણ વિલંબ કરે !૫૩ પુંડરીક ગણધર, એ પ્રમાણે શત્રુંજય તરફ જવા નીકળ્યા ત્યારે ભગવાનના પરિવારમાંથી કેટલાએક સાધુઓ પણ તેમની પાછળ નીકળી પડ્યા.૫૪ માર્ગમાં
( ૧૪૩)
For Private and Personal Use Only