________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલને વંશ.
પેલી તરફ સહજે પિતાના ગુણે વડે દેવગિરિના રામદેવ રાજાને એ તો વશ કર્યો, જેથી તે બીજા કોઈની વાત પણ કરતો ન હતો. ૨૫ વળી કપૂરના સમુદાયથી સુંદર એવું તાંબૂલ (પાનબીડું) તેને જ્યારે અપાતું હતું ત્યારે સ્તુતિ પાઠકે “કપૂરધારા પ્રવાહ” એવું બિરુદ તેને આપતા હતા. ૯૨૬ તેની (સહજની) કીતિ, છેક તિલંગ દેશના રાજા સુધી પહોંચી ગઈ, જેથી પ્રેરાઇને તે રાજાએ પોતાના નગરમાં દેવમંદિર બનાવવા માટે તેને સ્થાન આપ્યું. ૯૨૭ વળી કર્ણાટક તથા પાંડુ દેશમાં પણ તેને યશ સદાકાળ ડોલવા લાગ્યો, જેથી તે દેશના રાજા સુહાં સર્વ લેકે, તેને મળવા માટે આતુર થઈ જતાં હતાં. ૯૨૮ એક દિવસે ઉદાર બુદ્ધિવાળા દેશલ શ્રેષ્ઠીએ, શ્રીમાન દેવગિરિ નગરમાં નવું જૈન મંદિર કરવાની ઈચ્છા કરી. ૯૨૯ અને પિતાને મરથ સિદસરિ ગુરુને તેણે જણાવ્યું કે, એક જૈનમંદિર બંધાવવાની મને ઇચ્છા છે, માટે આપની કૃપાથી મારા એ મનોરથ સત્વર પૂર્ણ થાય તેમ તમે કરો. એ દેરાસરમાં મૂળનાયક તરીકે કયા ભગવાનની પ્રતિષ્ઠા કરવી અને કેની પ્રતિષ્ઠા કરવાથી પરિણામમાં હિત થાય, તે મને કહે. દ૩૦-૯૭૧ ત્યારે ગુરુમહારાજે કહ્યું કે, તારા કેાઈ ભાગ્યના યોગથીજ આવી તને ઈચ્છા થઈ છે. કેમકે જિનમંદિર બંધાવનારાઓની અતિ ઉચ્ચ ગતિ થાય છે. ૩ર તારા એ દેરાસ૨માં દુષ્ટ અરિષ્ટોને નાશ કરનારા શ્રી પાર્શ્વનાથ ભગવાનને મૂળનાયક તરીકે સ્થાપવા. કેમકે તે સાધુ! તે ભગવાન સર્વ ઈષ્ટ વસ્તુને આપનારા છે. ૯૩૪ આ સાંભળી દેશલે, દેવાગરિમાં રહેતા સહજને જિનદેરાસર કરવાની આજ્ઞા મેકલી. ૯૪ એટલે તેણે પણ ક્ષુધાતુર મનુષ્યો જેમ સાકરવાળા દૂધને હર્ષથી સ્વીકાર કરે તેમ, પિતાના પિતાની એ આજ્ઞાને સત્વર હર્ષપૂર્વક સ્વીકાર કર્યો. ૭૫ પછી તેણે નજરાણું અર્પણ કરી રામદેવ રાજાને પ્રસન્ન કર્યો અને તે નગરમાં
(૧૩૫ )
For Private and Personal Use Only