________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
શખ રાજા
તથા
3 દીક્ષા લીધી.
આવેલાં જિનમંદિરમાં અઠ્ઠાઈ ઓચ્છવ કર્યા, દીનઆદિને–ગરીબ લોકોને દાન આપ્યાં અને પછી સર્વ ઋદ્ધિવડે શંખ રાજાની સાથે ગુરુ પાસે જઈને હર્ષપૂર્વક દીક્ષા લીધી. ૮૫૮–૮૫૯ શંખ રાજા પણ ગુરુને તથા પિતાને પ્રણામ કરી પિતાના વિયોગથી વ્યાકુળ અંતઃકરણે નગરમાં પાછો આવ્યો. ૮૧૦ તેણે પોતાના રાષ્ટ્રના દરેક ખેતરાને પાણી પૂરું પાડી ધાન્યસંપત્તિ વધારી મૂકી અને વર્ષાકાળના ઉન્નત મેઘની પેઠે પ્રજાને ધનવાન બનાવી. ૮૧ પેલી તરફ નરોત્તમ મુનિ ગુરુ સાથે પૃથિવિ ઉપર વિહાર કરતા કરતા અનુક્રમે ગીતાર્થ બન્યા અને સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ થયા.૮૬૨ એક દિવસે તે મુનિ વિહાર કરતા કરતા રત્નપુર આવ્યા, એટલે શંખરાજા તેમનું આગમન સાંભળી તેમને વાંચવા માટે ગયો.૮૬૩ રાજા, વિનયથી નગ્ન થઈ ગુરુની પાસે બેઠો એટલે ગુરુએ સંસાર સમુદ્રમાં નૌકા સમાન દેશના આપવાનો આરંભ કર્યો –૮૬૪
“ આ અનંત સંસારમાં ભ્રમણ કરી રહેલા સંસારીઓ માટે કે એક છાયા વૃક્ષની પેઠે આ મનુષ્ય જન્મ, અમૂલ્ય તથા દુર્લભ છે.૮૬પ વળી હે ભવ્ય જીવો ! તે મનુષ્ય જન્મમાં પણ આર્યક્ષેત્ર તથા ઉત્તમ કુળ વગેરે દુર્લભ છે, અને તેમાં સુગુરુનો સંયોગ થવો તે પણ અતિદુર્લભ છે. કદાચ પુયોગે તેવો સંગ જે પ્રાપ્ત થાય તો પરદેશ ગયેલા વેપારીઓ જેમ રને લાવે તેમ જરૂર તે ગુરુના હાથમાંથી મહાવ્રતરૂપી રને તમે લઇ લેજે.૮૬૬-૮૬૭ નહિ તે યાદ રાખજો કે, એવા રત્ન આપનાર ગુસ ફરી દુર્લભ થઈ પડશે અને પછી તમે મેળવેલો ખજાને ગયો એટલે હાથ પંપાળતા રહેશે.”૮૬૮ આ દેશના સાંભળીને મહારાજા શેખે, વીર્ય તથા બળથી ઉલ્લાસમાં આવી જઈ મહાવતરૂપ રત્નની માગણી કરી.૬૯ ત્યારે ગુરુએ કહ્યું –હે મહાભાગ! આમાં વિલંબ કરવો ન
( ૧૨૮ )
For Private and Personal Use Only