________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારથી આ ત્રણ નામના પણ શાસનપ્રભાવક ઘણા આચાર્ય આ ગચ્છમાં થયા. યાવત્ સિદ્ધસેનસૂરિની પાટે હું (દેવગુપ્તસર) થયા. એમ દેવગુપ્તસૂરિએ આશાપરને કહ્યું, ત્યાર પછી આચાર્યે પેાતાનું શેડું આયુષ ખાકી રહેલું જાણી વિ. ૧૩૩૦ માં ખાલચન્દ્ર નામના મુનિને સૂરિપદ આપ્યું, અને તેમનું નામ સિદ્ધસેનસૂરિ પાડ્યું. ત્યાર પછી દેવગુપ્તસૂરિ કાળધર્મ પામ્યા.
આશાપર પણ વિવિધ ધર્મકૃત્યાને કરી સ્વગે ગયા. ત્યાર પછી દેશલ ઘરને નાયક થયા. તેને ‘ભાળી' નામે સ્ત્રી હતી. તેણે ત્રણ પુત્રને જન્મ આપ્યા. સહજ, સાહુણુ અને સમરસિંહ. દેશલના નાના ભાઈ લાવણ્મસિંહને લક્ષ્મી નામે પત્ની હતી. તેને સામ'ત અને સાંગણુ એ બે પુત્ર થયા. દેશલે પેાતાના જ્યેષ્ઠ પુત્ર સહજને દક્ષિણના દેવગિરિ નગરમાં મેાકલ્યા અને ત્યાં તેણે પાતાના ચાતુર્યથી રામદેવ નૃપને અધીન કરી ‘કપુરધારાપ્રવાહ' એવું બિરુદ મેળવ્યું. ત્યાં તેણે એક મોટું પાĆજિનનું મંદિર કરાવ્યું અને સિદ્ધસેન સરિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સર્વાં કળામાં કુશળ એવા સાહણને ખંભાત મેાકલ્યા. તૃતીય પ્રસ્તાવ
તે વખતે દિલ્હીની ગાદી ઉપર અલ્લાઉદ્દીન બાદશાહ હતેા. જેણે દેવિગિર જઇ તેના રાજને ખાંધી ત્યાં પેાતાના જ્યસ્ત`ભ રાખ્યા હતેા. જેણે સપાદલક્ષના સ્વામી પરાક્રમી હમ્મીર નૃપને
અલ્લાઉદ્દીન.
મારી તેનું બધું લઇ લીધું.
તેણે ચિતાડના રાજાને બાંધી તેનું ધન લેઇ તેને વાંદરાની પેઠે નગરે નગરે સમાયે,
જેના પ્રતાપથી ગૂજરાતના રાજ કરણ નાસી જઇને વિદેશમાં ભટકને રાંકની પેઠે મરણ પામ્યા, માળવાના રાજા ઘણા દિવસ સુધી અન્દીવાનની પેઠે કિલ્લામાં રહીને કાયરપણે ત્યાં જ મરણુ
૧૧
For Private and Personal Use Only