________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શંખરાજ કથા.
પ્રાપ્ત થયું. ૭૧° તે પછી એના પિતા નરોત્તમ રાજાને પોતાના પુત્રની શોધ મળી એટલે તુરતજ તેણે તેને બોલાવવા માટે બે ઊંટસ્વારને શંખરાજ પાસે મોકલ્યા.૭૧ તેઓ, ઘણી ઝડપથી ત્યાં આવ્યા અને શંખરાજાના દ્વારમાં ઉભા રહ્યા. છડીદારે એ ખબર રાજાને આપી અને પછી રાજાની આજ્ઞાથી તેઓને અંદર દાખલ કરવામાં આવ્યા. ૭૧ ૨ તેઓએ અંદર જઈને રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજા પણ તેઓને પોતાના પિતાના સેવક તરીકે ઓળખીને હર્ષથી પ્રકુલ થયેલા શરીરે એકાએક ભેટી પડ્યો. ૧૩ ઉપરાંત પિતાના દેશને વાયુ પણ આનંદ ઉપજાવે છે તે પછી પોતાના દેશનો માણસ આનંદ ઉપજાવે તેમાં શું નવાઈ હેાય ? ૭૧૪ પછી સ્વચ્છ મનવાળા શંખકુમારે, પોતાનાં માતા પિતાનું, સમગ્ર પરિવારનું તથા આખા રાજ્યનું કુશળ વૃત્તાંત તેઓને પૂછ્યું; ૧૫ ત્યારે તેઓએ કહ્યું કે, હે દેવ ! ત્યાં સર્વે કુશળ છે, તે પણ આપના દર્શનારૂપી મહાન ઔષધિથી હવે ત્યાં વિશેષ કુશળ થશે. ૧૬ એમ કહીને તેઓએ નરોત્તમ રાજાનું આજ્ઞાપત્ર શંખરાજાને નિવેદન કર્યું એટલે શેખે પણ પ્રીતિનું જાણે સર્વસ્વ હોય તેવું એ પિતાના પિતાનું આજ્ઞાપત્ર ભક્તિથી ગ્રહણ કર્યું, ૭૧૭ અને તેને ઉખેળીને સાવધાન મનથી આ પ્રમાણે વાંચવા માંડયું –
સ્વસ્તિ શ્રીરત્નપુર નગરથી રાજ નોત્તમ, શંખ સમાન સુશોભિત પુત્ર પાંખને અત્યંત પ્રીતિથી પ્રકુલિત અંતઃકરણે આજ્ઞા કરે છે કે, હે પુત્ર ! જે દિવસે મને પૂછયા વિના તે કેઈક પ્રદેશ તરફ અહીંથી પ્રયાણ કર્યું છે તે દિવસથી આરંભીને મારી નિદ્રા, ભૂખ તથા આનંદ ચાલ્યાં ગયાં છે, માટે સત્વરે અહીં આવીને તારા દર્શનરૂપ નેત્રાંજનથી મારાં તથા તારી માતાનાં નેત્રના પડળને હવે તું દૂર કર”. ૭૧૮-૭૨૧
( ૧૧૩)
For Private and Personal Use Only