________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે ખરાજ કથા.
ત્યારે આવો વિલાપ કરવા લાગી. હે માતા! હે પિતા ! હે મારા પ્રિયપતિ! મને અનાથને આ જંગલમાં મૂકીને તમે કેમ ગયા ? તે પછી ટાળથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે અને સથવારાથી જુદી પડેલી સુંદરીની પેઠે હું પણ બરાબર ચાર દિવસ સુધી તે જંગલમાં નિરાધાર સ્થિતિએ મારા પતિની શોધમાં ભટકી. પ૦૩ પણ જ્યારે મારા પતિને મેં કયાંય ન જોયો ત્યારે મેં મારા મનમાં વિચાર કર્યો કે, જરૂર મારો પતિ મને છોડીને કાઈ બીજે સ્થળે ચાલ્યો ગયો છે. કેમ કે, પ્રથમ પણ તેણે મને એ પ્રમાણે કહ્યું હતું, પ૦આવો વિચાર કર્યા પછી કોઈ પણ સ્થાનકે પહોંચવાને મનમાં સંકલ્પ કરી હું ત્યાંથી ચાલી. જે કે હું સુધાથી અત્યંત પીડાતી હતી તે પણ માત્ર પાંચ ગ્રાસ લઈને કોઈ એક ગામમાં હું પહેંચી ગઈ. ૫૦૫ ત્યાં ભિક્ષાને માટે હું ભટકતી હતી, તેવામાં એક અપાસરામાં કેટલીક સાધ્વીઓને મેં જોઈ એટલે તેઓની પાસે જW પ્રણામ કરી તેઓ પાસેથી ધર્મદેશના સાંભળી. ૧૦૬ તેને લીધે પ્રથમથી જ અત્યંત દુ:ખી અને વ્યાકુળ થયેલા મારા હૃદયમાં, વસ્ત્રમાં જેમ રંગ પેસી જાય તેમ, પુષ્કળ ધર્મરાગ દાખલ થયો. પણ મેં તે સાધ્વીઓ પાસે દીક્ષા પણ લીધી અને કેટલોક કાળ તેમનું સેવન કર્યું; પછી ત્યાં મરણ પામી હમણું અહીં રાજાને ત્યાં રતિસુંદરીરૂપે હું ઉત્પન્ન થઈ. ૫૦ ૮ મને અહીં યુવાવસ્થા પ્રાપ્ત થઈ. એક દિવસે રાજમહેલની બારી માં હું ઉભી હતી તેવામાં રાજમાર્ગમાં જઇ રહેલી કેટલીક સાધ્વીઓ મારા જોવામાં આવી. પ૦૯ તેઓને જોતાં જ મને મારા પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું અને મારા તે પૂર્વજન્મના પતિનું કપટ પણ યાદ આવ્યું, જેથી મને પુરુષો પર દ્વેષ પ્રાપ્ત થયે. ૫૧૧ આ રીતે પુરુષોનું નિણપણું જોઇને જ તેઓના તરફ ધિક્કાર હું દર્શાવું છું, નહિ કે ગુણેનો પણ હું ઠેષ કરું છું. કેમકે ગુણે તે
( ૯
)
For Private and Personal Use Only