________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
નદીમાં રાજા ડૂબી જવા લાગ્યો, લગભગ બેભાન જેવો બની ગયો અને જાણે દુ:ખથી વ્યાકુળ બની ગયો હોય તેમ તેનાથી ખોરાક લઈ શકાતો ન હતો અને તેને નિદ્રા પણ આવતી ન હતી. ૪૭૩-૪૭૪ રાજાની આ વ્યગ્રતાનું કારણ નગરવાસીઓમાં પણ માંહોમાંહે ચર્ચાતું હતું, તે સાંભળીને રાજકુમાર શંખનું મન તુરતજ તેને (રાજકુમારીને) મળવા માટે આતુર બન્યું. ૪૭૫ તેણે પ્રથમ યક્ષની સાથે કેટલીએક વાતચીત કરી અને પછી સિદ્ધ આપેલી પેલી ગોળીના પ્રભાવથી અદશ્ય થઈ યક્ષે બતાવેલા માર્ગે કન્યાના અંતઃપુરમાં તે દાખલ થયો. ૪૭૬ ત્યાં અલૌકિક રૂપવાળી તે રાજકન્યાને જોઈને રાજકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે, પોતાના પતિ કામદેવને ત્યાગ કરીને રતિ દેવી પોતેજ આ રતિસુંદરી રૂપે અહીં આવી છે કે શું? ૪૭ પછી તે સમયે કુમારની સાથે રહેલા યક્ષે પિતાની શક્તિથી પિપટનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાની પાંખને ધૂણાવતે ધૂણાવતો પેલી રાજકુમારીની આગળ જઈને ઉભો રહ્યો. ૪૮ એટલે તે ઉત્તમ જાતિના પિપટને રાજસભામાં રાખવા લાયક અને રાજકુમારીએ તેને પકડવાની ઇચ્છાથી એકદમ જે તેના પર હાથ નાખ્યો કે તે જ સમયે પિપટે મનુષ્ય ભાષાથી કહ્યું કે, “એ રાજકુમારિ ! આ શું? તું તો પુરુષોને દ્વેષ કરનારી છે, છતાં મને પુરુષને સ્પર્શ કરવા તું કેમ ઇચછે છે? –૪૮° વળી તારું શરીર પુરુષને દેષ કરવારૂપ દેથી ખરેખર દૂષિત બનેલું છે, જેથી તારે સ્પર્શ પણ કાઢીઆના
સ્પર્શની પેઠે સર્વથી અશુભજ ગણાય.” ૪૮૧ તે સાંભળી રાજકન્યા હસીને બોલી કે, હે પિNટ ! તેં કહ્યું તે યોગ્ય નથી. કેમકે હું જે ગુણેને દેષ કરનારી ન હોઉં તે આવા તારા ઠપકાને પાત્ર કેમ હોઈ શકું? ૪૮૨ હે પોપટપુરુષો વિષે લેશ માત્ર ગુણ જોવામાં આવતો નથી. તેઓને સ્નેહ સંધ્યાકાળનાં વાદળાં જે ક્ષણિક હેય
(૮૮)
For Private and Personal Use Only