________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગચ્છની સ્થિતિ.
જ્યારે મને ઉપદેશ આપશે, ત્યારે હું કોઈને સૂરિપદ આપીશ, અથવા તારા હાથમાં ગેલક–ગોળ (?) છે. ૨૪૭
દેવગુપ્તસૂરિએ એ પ્રમાણે કહ્યું, ત્યારે સજ્જન આશાધર બેલ્યો –“હે ભગવન ! આપનો સંકલ્પ ભલે પૂર્ણ કરે. શું કાઈ બુદ્ધિમાન પુરુષ પિતાની મર્યાદાને કદી ત્યાગ કરે?”૨૪૮ તે પછી પિતાને ચોરાશી વર્ષ વીતી ગયાં એટલે એક દિવસે પિતાનું આયુષ જાણવા માટે ગુરુમહારાજ ધ્યાનમાં બેસી ગયા અને સત્યકા દેવીનું સ્મરણ કરવા લાગ્યા.૨૪૯ તે સમયે એ દેવી પણ પ્રત્યક્ષ થઈને બોલી કે, “તમારું આયુષ હવે તેત્રીસ દિવસનું છે. માટે તમે પોતે હવે પિતાને સ્થાને કાઈનું આચાર્યપદ કરો.”૨૫૦ તે સાંભળી આચાર્ય કહ્યું કે, “ હે દેવિ ! આ શિષ્યોમાં સૂરિપદને યોગ્ય હોય એવા કોઈપણ શિષ્ય મારા જોવામાં આવતું નથી. માટે હું એને સૂરિપદ આપું અને શું કરું?”૨૫૧ ત્યારે દેવી બોલી “આ બાલચંદ્ર, તમારા સૂરિપદને યોગ્ય છે; તે જીવનપર્યંત ભાગ્યવાન તથા (મંત્રાદિને) સિદ્ધ કરનારે. થશે.”૨૫ ૨ તે પછી ગુરુએ આશાધરને બોલાવી કહ્યું કે, “આજે મધ્યરાત્રિના સમયે મને દેવતાને આદેશ મળ્યો છે કે–“તારું આયુષ્ય હવે તેત્રીસ દિવસનું બાકી છે; માટે સત્વર આ બાલચંદ્રને તું તારા સૂરિપદ ઉપર સ્થાપી દે.”૨૫૪-૨૫૪ માટે આ કાર્યમાં તારો પ્રથમથીજ ભાવ હતો, તેથી (હું તને કહું છું કે,) હે આશાધર! સૂરિપદ માટેની સર્વ સામગ્રી સત્વર તું તૈયાર કર.”૫૫ ગુરુની એ આજ્ઞા થવાથી પિતાને ભાગ્યશાળી માનતા આશાધરે પણ તત્કાળ સર્વ સામગ્રી તૈયાર કરી. ૨૫૬ એટલે વિક્રમરાજ પછી ૧૩૩મે વર્ષે ફાગણ મહિનાની નવમી ને શુક્રવારને દિવસે અતિમાનપૂર્વક બેલાવવામાં આવેલા સમગ્રગુણશાળી સાધુઓ, સાધ્વીઓ, શ્રાવો તથા * અહિ ગેલકશબ્દ શા આશયને જણાવે છે તે શંકાસ્પદ છે.
( ૬૫ )
For Private and Personal Use Only