________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિટના વંશનું વર્ણન.
મેળવવા ઇચ્છે છે ) અને જેઓ જે છે તેઓ પણ શિવ (વિરેધપક્ષમાં શંકર અને વિધિપરિહારપક્ષમાં મોક્ષ)માં આસકત રહે છે. આ સિવાય બીજું કયું આશ્ચર્ય હોઈ શકે? ૬૮ હે શ્રેષ્ટિ ! એ નગરમાંથી હું અહીં આવ્યો છું, ખરેખર એ નગરને તેં તારી દૃષ્ટિએ જે પ્રત્યક્ષ જોયું હોય તો જ તે કૃતાર્થ થઇ શકે.” ૬૯ સાર્થપતિએ કહેલાં તે વચન સાંભળીને સાધુ સલ્લક્ષણનું મન પ્રહાદનપુર જવા માટે એકદમ ઉતાવળું બની ગયું. પછી અનુક્રમે પ્રાપ્ત કરવા યોગ્ય એવા સર્વ સંબંધને પિતાને વશ કરી તે સલક્ષણ પેલા સાર્થપતિની સાથે જ અલ્લાદનપુર નગરને રસ્તે પડયો. ૭૧ અનુક્રમે અવિચ્છિન્ન રીતે મુસાફરી કરવાથી તે અલ્લાદનપુર નગરમાં જઈ પહોંચ્યો અને ત્યાં નગરમાં પ્રવેશ કરતાં જ તેને ઉત્તમ શકુનો થયાં. ૭૨ જેવાં કે –પોતકી નામનું એક પક્ષી પોતાની જમણું પાંખ પર લીલા ઘાસવાળા પ્રદેશ ઉપર બેઠેલું તેના જેવામાં આવ્યું અને પછી તે પક્ષી સુંદર ચેષ્ટા કરીને, શિરસ્થાની મોટો શબ્દ કરીને તથા ડાબી તરફ થઇને આંબાના વૃક્ષ ઉપર જઈ બેઠું. એ પક્ષી ત્યાં જઈને જેવું બે કે તુરત જ આપોઆપ જ તેના મુખમાં ખોરાકની પ્રાપ્તિ થઈ. છ૩-૭૪ મણિકંઠ–એટલે ચાવપક્ષી પણ ઉત્કંઠિત થઈને જમણું તરફથી ડાબી તરફ ગયું અને એક કૂતરો સારે ઠેકાણે મૂત્રીને ડાબી તરફથી જમણી તરફ આવ્યો. ૭૫ વળી એ સલક્ષણે તે નગરની અંદર જયારે પ્રવેશ કર્યો, ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનનો રથ તેને સામે મળ્યો. પછી તે પોતે પણ સંઘની સાથે નગરમાં ફર્યો. ૭૬ તે સમયે એક શકુનત્તા, કે જે તેની સાથે જ ત્યાં આવ્યો હતો તે બોલ્યો કે, “ તમે આ નગરમાં રહેશે તે તમને પુત્ર તથા ધનનો લાભ થશે, તમારા વંશમાં ઉત્પન્ન થયેલા પુત્ર સંઘના નાયક થશે, વળી બીજા કેટલાએક પુત્રો તે દેવોના મંદિરો બંધાવશે અને તમારી
(૪૯)
For Private and Personal Use Only