________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણતા સુધી પહોંચાડવામાં સતત માર્ગદર્શકરૂપે રહેલા મારા માર્ગદર્શક પ્રા. ડૉ. આર. પી. મહેતા, (નિયામક, મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમી, અમદાવાદ)નો હું હૃદયપૂર્વક આભાર માની વંદન કરું છું તેમજ જીવનભર હું તેમનો ઋણી છું.
એ ઉપરાંત મહર્ષિ અકાદમીમાં જ વ્યાખ્યાતા તરીકે રહેલાં ડૉ. પ્રજ્ઞાર્બન જોષીનો પણ હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. તેઓનું પાદટીપ, પ્રકરણની નોંધ કેવી રીતે તૈયાર કરવી વગેરે બાબતે માર્ગદર્શન તેમજ ગ્રંથાલયમાંથી વિષયને અનુરૂપ પુસ્તકો શોધી આપવા બાબતે તેનો સહકાર પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત અન્ય જે કોઈ વિદ્વાનોનો પરોક્ષ અને પ્રત્યક્ષ સહકાર પ્રાપ્ત થયો છે, તેમનાં તરફ આભારની લાગણી વ્યક્ત કરું છું.
શ્રી લાલન કોલેંજ ભુજ, ગ્રંથાલય, આદિપુર આર્ટસ એન્ડ સાયન્સ કોલેંજ ગ્રંથાલય; ગુ. યુનિ. ગ્રંચાલય, આનંદાશ્રમ બિલખા ગ્રંચાલય, અમરેલી પ્રતાપરાય આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેંજ ગ્રંથાલય, બિદડા(કચ્છ) સાધનાશ્રમ, ગ્રંથાલય, એ દરેક ગ્રંથાલયોમાં ગ્રંથપાલ અને અન્ય વ્યવસ્થાપકોનો પ્રેમપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે, તે દરેક તરફ આભારની લાગણી વ્યક્ત કરું છું.
જેમની હૂંફ અને આશિર્વાદથી મને ઉત્તરોતર પ્રગતિ કરવાની પ્રેરણા મળતી રહી તેવા મારા પૂ. પિતાજી મનસુખલાલ તેમજ માતૃશ્રી રમાબેન તેમજ અન્ય સર્વે વડિલોને હું વંદન કરું છું. તેઓશ્રીના આશિર્વાદથી જ આ કાર્ય પૂર્ણ થયેલ છે. તેમજ એમના પરત્વની ભાવનાને હું વાચા આપી શકુ તેમ નથી.
આત્મીય વ્યક્તિ તરફ આભાર વ્યક્ત કરવો તે અવિવેક જેવું છે તેમ છતાં મારા ધર્મપત્ની સૌ, મમતાનો હું અત્યંત ઋણી છું. તેઓના સહકારથી જ આ કાર્ય સિદ્ધ થયું છે. ઘર સંબંધી વ્યવહાર, અન્ય સર્વ કાર્યોમાંથી મુક્તિ, નિરાશાના સમયે પ્રોત્સાહન, લખાણનું વાંચન કરી યોગ્ય સુધારાવધારા, સુચનો તેમજ પ્રૂફ રીડિંગ વગેરે જગ્યાએ અમૂલ્ય સહકાર પ્રાપ્ત થયાં છે.
For Private And Personal Use Only